પ્રકાશનો

પ્રવૃત્તિઓ

પી.જી.ડી.એ.ઇ.એમ

નેશનલ કૃષિ વિસ્તરણ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ(મેનેજ) દ્વારા ખાસ કરીને આંતર શિક્ષણ સ્થિતિમાં જાહેર વિસ્તરણ કાર્યકર્તાઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૦૭-૦૮ થી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં કૃષિ વિસ્તરણ મેનેજમેન્ટનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ કૃષિ અને સહકાર, કૃષિ મંત્રાલય, સરકારી વિભાગ દ્વારા પ્રાયોજિત છે.

ઉદ્દેશો

  • વિસ્તરણ કાર્યકર્તાઓની ટેકનો-સંચાલકીય યોગ્યતા વધારવા
  • કૃષિ વિસ્તરણ ક્ષેત્રે તાજેતરની વિકાસ યોજનાઓ ઉપર વિસ્તરણ કાર્યકર્તાઓને પરિચિત થવું
  • સહભાગી નિર્ણય નિર્માણ માટે વિસ્તરણ અને તાજેતરની તક્નીકોમાં વિસ્તરણ કાર્યકર્તાઓને સજ્જ બનાવવા

કોના માટે ?

  • આ કૃષિ ડિપ્લોમા કૃષિમાં તેમજ સંલગ્ન ક્ષેત્રમાં સ્નાતક/અનુસ્નાતક અને હાલમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારમાં ફરજ બજાવતા આધિકારીઓ માટે છે.
  • પ્રાથમિક વય મર્યાદા ૪૫ વર્ષ છે. જો કે, તે અપવાદરૂપ કિસ્સાઓમાં હળવું કરી શકાય છે.
  • કૃષિ વ્યાપાર કંપનીઓ, એનજીઓ, સહકારી અને અન્ય ખાનગી ક્ષેત્રમાં કામ કરતા ઉમેદવારો પણ સ્વ ધિરાણ ધોરણે લાયક છે.

ઉમેદવારો પસંદગી

આ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ માટે ઉમેદવારોની ઓળખ અને નિયત માપદંડ આત્મા દ્વારા પસંદ કરવામાં આવશે. પસંદ કરેલ ઉમેદવારોની અરજી રાજ્ય મધ્યવર્તી ઓફિસ દ્વારા મેનેજ, હૈદરાઅબાદ મોકલવામાં આવશે. આ ડિપ્લોમા પ્રોગ્રામ માટે પ્રવેશ વર્ષમાં એક વાર થાય છે.

સમયગાળો

  • આ કાર્યક્રમનો સમયગાળો ૩૨ ક્રેડિટ લોડ સાથે બે સેમેસ્ટરમાં ફેલાયેલો છે જે એક-વર્ષનો છે.
  • દરેક સત્રમાં સંપર્ક વર્ગો અને પરીક્ષા સમેતી ખાતે યોજવામાં આવ છે.

પરીક્ષા મૂલ્યાંકન

ઉમેદવારોની લેખિત પરીક્ષા અને અસાઇનમેંટની કામગીરી પર આધારિત મૂલ્યાંકન કરવામાં આવશે. લેખિત પરીક્ષાનાં ૭૦ ગુણ છે અને અસાઇનમેંટનાં દરેક કોર્સ માટે ૩૦ ગુણ છે. ઉત્તિર્ણ થવા માટે દરેક કોર્સમાં ઓછામાં ઓછા ૫૦ ગુણ જરૂરી છે. જે ઉમેદવારો ઉત્તિર્ણ થવામાં નિષ્ફળ રહે તેઓને આગામી વર્ષે આ પરીક્ષા માટે ફરીથી આપવા માટેની પરવાનગી આપવામાં આવશે. રજીસ્ટ્રેશન માત્ર બે વર્ષ માટે માન્ય છે.

ફી

કૃષિ વિસ્તરણ મેનેજમેન્ટ માં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા (PGDAEM) નાં ખર્ચને પહોંચી વળવા માટે રાજય વિસ્તરણ કાર્ય યોજના (SEWP) માં જોગવાઇ કરવામાં આવે છે. એનજીઓ અને ખાનગી ક્ષેત્રોમાં માટે ફી રૂ. ૧૫૦૦૦/- રહેશે.

સમેતી, ગુજરાત દ્વારા ચાલતા પીજીડીએઇએમ કોર્ષની વર્ષ વાર માહિતી

વર્ષ ભરતી થયેલ ઉમેદવાર ઉત્તિર્ણ થયેલ ઉમેદવાર
૨૦૦૭-૦૮ ૨૦ ૨૦
૨૦૦૮-૦૯ ૨૨ ૨૦
૨૦૦૯-૧૦ ૧૪ ૧૩
૨૦૧૦-૧૧ ૨૦ ૧૯
૨૦૧૧-૧૨ ૪૦ ૩૭
૨૦૧૨-૧૩ ૨૬ ૨૦
૨૦૧૩-૧૪ ૨૯ ૨૭
૨૦૧૪-૧૫ ૪૪ ૪૧
૨૦૧૫-૧૬ ૩૩ ૨૪
૨૦૧૭-૧૮ ૨૮ ૨૦
કુલ ૨૭૭ ૨૪૫
નેવિગેશન પર જાઓ>