પ્રકાશનો

પ્રવૃત્તિઓ

નિદર્શન

આત્મા યોજના સાથે જોડાયેલ ગૃપોને કૃષિ યુનીવર્સીટી દ્વારા કરાયેલ નવિન સંશોધનથી બહાર પાડેલ જુદા-જુદા પાકોની નવીન જાતો, IPM, INM, IMD તેમજ પશુપાલન, મત્સ્યપાલન, મધમાખી ઉછેર, વર્મી કંમ્પોસ્ટ, મરઘા પાલન વગેરે વિષયો પર ખેડુતોના ખેતર અથવા પ્લોટની જગ્યાએ નિદર્શનો ગોઠવવામાં આવે છે. આ નિદર્શન દ્વારા ખેડુતોને નવીન ટેક્નોલોજી અને ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ વિષે માહિતગાર કરવામાં આવે છે. "Learning by Doing” અને "Seeing is Believing” ની વિચારધારા પર આ નિદર્શન ગોઠવવામાં આવે છે. જેથી ખેડુતો ખેતર પર જ પ્રત્યક્ષ કાર્ય કરે છે અને જુવે છે જેથી સરળતાથી તે સ્થળ ઉપરની જાણકારી મેળવી પોતાના ખેતર પર અપનાવી શકે છે.આ નિદર્શન એકમ દ્વારા પ્રગતિશીલ ખેડુત પોતાનું જ્ઞાન અને તજજ્ઞતા બીજા ખેડુતોને આપી ખેતીમાં આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડવા મદદરૂપ સાબિત થાય છે.

નિદર્શનો માટે જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા જીલ્લાના દરેક તાલુકા પૈકી સરેરાશ ૧૨૫ નિદર્શન એક એકરના પ્લોટ/ખેતરમાં ગોઠવવામાં આવે છે તથા પ્રતિ નિદર્શન રૂ.૪૦૦૦/- ની મર્યાદામાં ખેત સામગ્રી સહાય માટે આપવાની જોગવાઇ નક્કી કરવામાં આવેલ છે.

નિદર્શનની વધારે માહિતી માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો.

વર્ષ નિદર્શન પુરુષ સ્‍ત્રી લાભાર્થીઓની સંખ્‍યા
ર૦૦૭-૦૮ પ૩૦૧ ૪૧૦૩ ૧૧૯૮ પ૩૦૧
ર૦૦૮-૦૯ ૯પરર ૬૬૭૩ ર૮૪૯ ૯પરર
ર૦૦૯-૧૦ ૧૩૮પ૬ ૮૭પ૦ પ૧૦૬ ૧૩૮પ૬
ર૦૧૦-૧૧ ર૧૪પપ ૧૪પ૩પ ૬૯ર૦ ર૧૪પપ
ર૦૧૧-૧ર ૩ર૦૮૪ ર૪૦૩૯ ૮૦૪પ ૩ર૦૮૪
ર૦૧ર-૧૩ પ૧૦ર૪ ૩૩૭૭૬ ૧૭ર૪૮ પ૧૦ર૪
ર૦૧૩-૧૪ ૩૯ર૬૪ ર૮પ૧૯ ૧૦૭૪પ ૩૯ર૬૪
ર૦૧૪-૧પ ૪૬૪૧૯ ૩૩૯૭૯ ૧ર૪૪૦ ૪૬૪૧૯
કુલ ર૧૮૯રપ ૧પ૪૩૭૪ ૬૪પપ૧ ર૧૮૯રપ
નેવિગેશન પર જાઓ