પ્રકાશનો

પ્રવૃત્તિઓ

ખેતર શાળા

ઘણા ખેડૂતો પોતાની કોઠાસુઝ તથા વૈજ્ઞાનિક અભિગમથી ઉત્તમ રીતે ખેતી કરતા હોય છે. જેથી તે વિસ્તારના ખેડૂતો આવા સિધ્ધહસ્ત પ્રગતિશીલ ખેડૂતોના ખેતરની વખતો-વખત મુલાકાત લઇને જરૂરી માર્ગદર્શન મેળવે તો ખેડૂતથી ખેડૂત સુધીની તજજ્ઞનતા વહનની પ્રક્રિયા સરળતાથી થઇ શકે છે. આ ઉદ્દેશને ધ્યાને રાખી આત્મા યોજનામાં ખેતર પર ચાલતી ખેતીની પાઠશાળા તરીકે ખેતર શાળા(ફાર્મ સ્કુલ)ની જોગવાઇ કરવામાં આવી છે. આ ખેતર શાળા એ ખેડુતો દ્વારા અને ખેડુતો માટે જે તે જીલ્લાના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી મારફતે આત્મા સાથે જોડાયેલા પ્રગતિશીલ ખેડુતોના ખેતર પર ખેતર શાળા યોજવામાં આવે છે. જેમાં શિક્ષક સિધ્ધહસ્ત ખેડૂત અને વિદ્યાર્થી પણ ખેડૂત હોય છે. આ ખેતર શાળામાં ૨૦ થી ૨૫ ખેડુતોનું ગૃપ ભાગ લઇ શકે છે. ફાર્મ સ્કુલમાં ખેડૂતોને વાવણીથી લઇને કાપણી સુધીની સંપૂર્ણ પ્રક્રિયાની માહિતી ખેતર પર જ પ્રત્યક્ષ આપવામાં આવે છે.

ખેતર શાળામાં જે ૬ (છ) સત્ર હોય છે તે નીચે મુજબ છે.

  • જમીનની ચકાસણી તથા જમીનની તૈયારી
  • વિવિધ પાકોના વાવેતર માટે ખેત સામગ્રીની પસંદગી
  • પોષક તત્વ(પોષણ ) વ્યવસ્થાપન
  • પિયત વ્યવસ્થાપન
  • સંકલિત જૈવિક/પાક સંરક્ષણ/ કીટક વ્યવસ્થાપન
  • પાકની કાપણી/લણણી તથા તે પછીની પ્રક્રિયા

જરૂર જણાય ત્યારે ફાર્મ સ્કુલમાં વિજ્ઞાનિકોને પણ સામેલ કરી વૈજ્ઞાનિક અભિગમ અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે. વૈજ્ઞાનિકો દ્વારા ખેડુતોના પ્રશ્નોનું નિરાકરણ પણ સ્થળ પર જ કરવામાં આવે છે. કૃષિ ઉપરાંત બાગાયત અને પશુપાલન વિષયો પર પણ ખેતર શાળા ગોઠવવામાં આવે છે. એક હેક્ટરના નિદર્શન દીઠ રૂ. ૭૫૦૦/- ની જોગવાઇ કરવામાં આવી છે.

ફાર્મ સ્કુલની વધારે માહિતી માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો.

ખેતર શાળા

વર્ષ ફાર્મ સ્‍કુલની સંખ્‍યા પુરુષ સ્‍ત્રી લાભાર્થીઓની સંખ્‍યા
ર૦૦૭-૦૮ ૩૪ ૭૮૦ ૮પ ૮૬પ
ર૦૦૮-૦૯ ૭૩ ૧૪૯૩ ૬પપ ર૧૪૮
ર૦૦૯-૧૦ ૧૭ ૩૮૩ ૧૦૮ ૪૯૧
ર૦૧૦-૧૧ ૩૪૭ ૮૬૦૯ ૪પ૦ ૯૦પ૯
ર૦૧૧-૧ર ૧૩પ૧ ૪૯૭૧૭ ૭૮૧પ પ૭પ૩ર
ર૦૧ર-૧૩ ૧પ૬૬ ૩પ૦૭૯ ૮૭૬૯ ૪૩૮૪૮
ર૦૧૩-૧૪ ૧ર૦૬ ર૩૧૬પ ૪પ૬૦ ર૭૭રપ
ર૦૧૪-૧પ ૯૮૮ ર૩૮૯૦ ૩૭પ૪ ર૭૬૪૪
કુલ પપ૮ર ૧૪૩૧૧૬ ર૬૧૯૬ ૧૬૯૩૧ર
નેવિગેશન પર જાઓ