પ્રકાશનો

આંકડાકીય માહિતી

Formation of FIG

This content is available in Gujarati language only

"આત્મા” યોજના હેઠળ રાજ્યના તમામ ખેડુતો માટે તેમની જરૂરિયાત આધારીત કૃષિ વિસ્તરણની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. જે માટે ગ્રામ્ય કક્ષાએ જાહેર સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ, એનજીઓ, એક્સ્ટેન્શન વર્કર અને પ્રાયવેટ ઇનપુટ ડીલરના સહિયારા પ્રયત્નોથી ગામોમાં જુદા-જુદા રસ ધરાવતા ખેડુતોના જુથોની રચના કરવામાં આવે છે. આ ખેડૂતોના જૂથને ખેડૂત રસ જૂથ (FIG – Farmer Interest Group) કહેવામાં આવે છે. આવા ખેડૂત રસ જૂથ (FIG – Farmer Interest Group) એ આત્મા યોજનાનો પાયો છે.

આ યોજના હેઠળ જીલ્લાના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની કચેરી મારફત ખેડુત રસ જુથનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. રજીસ્ટ્રેશન થયા બાદ આ રજીસ્ટર્ડ ફાર્મર્સ ગૃપના સભ્યો મારફતે જ યોજનાકીય પ્રવૃતિઓ હાથ ધરવાની હોય છે. ઉપરાંત આત્માના અધિકારીઓ દ્વારા આવા જુથોની જરૂરીયાતોને ધ્યાને રાખી વિવિધ આધુનિક ટેકનોલોજી ખેડુતો સુધી પહોંચાડવામાં આવે છે. આત્મા સાથે જોડાયા બાદ આ ખેડૂતોના ગૃપ જુદી-જુદી પ્રવૃતિઓ જેવી કે તાલીમ, પ્રેરણા પ્રવાસ, નિદર્શન, ફાર્મ સ્કૂલ તેમજ એવોર્ડ વગેરેમાં ભાગ લઇ શકે છે. એક ગૃપમાં ૧૧-૧૫ ખેડૂતો હોય છે. ગૃપ દીઠ રૂ.૨૫૦/- નોંધણી ફી હોય છે અને દરેક સભ્ય દીઠ રૂ.૧૦ ફી ભરી ગૃપની નોંધણી કરાવી શકાય છે.

આત્મા યોજનામાં ખેડૂતોનું ગૃપ બનાવી જોડાવા માટે ગ્રામ્ય કક્ષાએ એ.ટી.એમ. કે તાલુકા કક્ષાએ બી.ટી.એમ.નો સંપર્ક કરો.

વર્ષ ગૃપની સંખ્‍યા પુરુષ સ્‍ત્રી કુલ સભ્‍યોની સંખ્‍યા
ર૦૦૭-૦૮ ૮૧૩ ૮૬પ૯ ૩૩૮૪ ૧ર૦૪૩
ર૦૦૮-૦૯ ૯૬૪ ૧૦૩૮૧ ૪૪૩૮ ૧૪૮૧૯
ર૦૦૯-૧૦ રરરપ ૧૮૬૦૪ ૧૪૭પ૪ ૩૩૩પ૮
ર૦૧૦-૧૧ ૩૮૦પ ૩૬૪પ૪ ૧૭૮૦૯ પ૪ર૬૩
ર૦૧૧-૧ર ૬૭૭ર ૬૮૪૦૩ ર૪૮૭૬ ૯૩ર૭૯
ર૦૧ર-૧૩ ૧૪૬૦૧ ૧૪૪૭૪૭ ૭૧ર૯ર ર૧૬૦૩૯
ર૦૧૩-૧૪ ૭૩૭૦ ૬૭પર૦ ૩ર૮૭૯ ૧૦૦૩૯૯
કુલ ૪૩પપ૩ ર૮૭ર૪૮ ૧૩૬પપ૩ ૬રરર૮૦
નેવિગેશન પર જાઓ