પ્રકાશનો

પ્રવૃત્તિઓ

પ્રેરણા પ્રવાસ

યોજનામાં જોડાયેલા ખેડુત ભાઇ બહેનોને ખેતીલક્ષી બહોળું જ્ઞાન મળી રહે તેમજ આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અંગે માહિતી મળી રહે તે માટે પ્રેરણા પ્રવાસ યોજવામાં આવે છે. આ પ્રવાસ મુખ્ય ત્રણ પ્રકારે રાજ્યની બહાર, રાજ્યની અંદર અને જીલ્લાની અંદર ગોઠવવામાં છે. ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિષયો પર પ્રવાસનું આયોજન કરાય છે. જે પ્રકારે વિષય નક્કી થાય છે તે મુજબના એફઆઇજી ગૃપમાંથી દરેક તાલુકાવાર ખેડુતોને પસંદ કરવામાં આવે છે. પસંદગી પામેલા ખેડુતો માટે પ્રવાસ દરમ્યાન રહેવા, જમવા અને આવવા જવાની તમામ વ્યવસ્થા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની જીલ્લા કચેરીએથી કરવામાં આવે છે.

રાજ્ય બહાર પ્રેરણા પ્રવાસ

ગુજરાતના ખેડુતોને રાજ્ય બહારના ખેડુતો દ્વારા અપનાવવામાં આવતી ખેતી પધ્ધતિ અંગે માહીતી મળે અને નવિન અભિગમ જાણવા મળે તે હેતુથી તેમને રાજ્ય બહારનો પ્રવાસ કરાવવામાં આવે છે. તેમજ વિવિધ કૃષિ યુનિવર્સીટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સંશોધન સંસ્થાન દ્વારા કરવામાં આવેલ નવીન શોધ સંશોધનો અંગે માહિતી અને પ્રત્યક્ષ નિદર્શન ગોઠવવામાં આવે છે. આ પ્રવાસ મારફતે ખેડૂતો વૈજ્ઞાનિક અભિગમ અંગે પ્રેરણા મેળવે છે તેમજ નવી ટેક્નોલોજી થી જાણકાર થાય છે. રાજ્ય બહારના પ્રેરણા પ્રવાસની સમય મર્યાદા વધુમાં વધુ ૭ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ.૮૦૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

રાજ્ય અંદર પ્રેરણા પ્રવાસ

રાજ્યની અંદર અલગ અલગ ઝોન આવેલા છે તે મુજબ દરેક ઝોનમાં જુદાજુદા ખેતી પાકો તેમજ ખેડુતો દ્વારા અપનાવવાતી ટેકનોલોજી ભિન્ન જોવા મળે છે. રાજ્ય અંદરના પ્રેરણા પ્રવાસનું મુખ્ય ધ્યેય એ જ છે કે રાજ્યના તમામ ખેડુતો એક્બીજાની સાથે પોતાની ખેતી પધ્ધતિ જુએ અને જ્ઞાનનું આદાન પ્રદાન કરી રાજ્યના ખેતી ઉત્પાદનમાં બહોળો ફાળો આપે. આ ઉપરાંત ખેત સંશોધન કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને વિવિધ કૃષિ સંસ્થાનની મુલાકાતે ખેડુતોને લઇ જવામાં આવે છે. ખેડુતો આધુનિક ખેતી પધ્ધતિ અને નવીન ટેક્નોલોજીથી માહિતગાર થઇ પોતાની ખેતીમાં અપનાવી એક પ્રગતીશીલ ખેડુત તરીકે આગળ આવી શકે છે. રાજ્ય અંદરના પ્રેરણા પ્રવાસની સમય મર્યાદા વધુમાં વધુ ૫ દિવસની હોય છે. જેમા પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ.૪૦૦/- સુધીનો ખર્ચ કરવાની જોગવાઇ છે.

જીલ્લાની અંદર પ્રેરણા પ્રવાસ

જીલ્લાના ખેડુત ભાઇ બહેનોને પ્રગતીશીલ ખેડુતો પાસેથી પ્રેરણા મળી રહે તેમજ નવિન ટેક્નોલોજી વિષે માહિતગાર થાય તે હેતુથી જીલ્લાની અંદર પ્રવાસ ગોઠવવામાં આવે છે. આ પ્રવાસમાં વૈજ્ઞાનિક તેમજ હાઇ ટેક ખેતી પધ્ધતિ અંગે ખેડુતો જાણકાર થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. ઉપરાંત ખેતી, બાગાયત અને પશુપાલન જેવા વિવિધ વિષયોને આવરી લઇ શોધ સંસ્થાનોની મુલાકાત ગોઠવવામાં આવે છે. જીલ્લાના તમામ ખેડુતો એકબીજા સાથે મળીને ખેતીલક્ષી જ્ઞાનનું આદાન પ્રદાન પણ આ પ્રવાસ દરમ્યાન કરે છે. જીલ્લાની અંદરના પ્રેરણા પ્રવાસની સમય મર્યાદા વધુમાં વધુ ૩ દિવસની હોય છે. જેમાં પ્રતિ ખેડુત પ્રતિ દિન રૂ.૩૦૦/- સુધીનો ખર્ચ કરી શકાય છે.

પ્રેરણા પ્રવાસમાં ભાગ લેવા માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનોસંપર્ક કરો.

કિસાન પ્રેરણા પ્રવાસ

વર્ષ પ્રેરણા પ્રવાસ પુરુષ સ્‍ત્રી લાભાર્થીઓની સંખ્‍યા
૨૦૦૭-૦૮ ૪૫ ૧૫૬૭ ૧૦૪૦ ૨૬૦૭
૨૦૦૮-૦૯ ૫૯ ૨૫૨૮ ૬૦૦ ૩૧૨૮
૨૦૦૯-૧૦ ૯૨ ૪૧૩૫ ૨૭૫૯ ૬૮૯૪
૨૦૧૦-૧૧ ૨૩૦ ૯૮૯૭ ૪૬૩૫ ૧૪૫૩૨
૨૦૧૧-૧૨ ૬૧૦ ૩૪૧૯૯ ૧૪૫૬૫ ૪૮૭૬૪
૨૦૧૨-૧૩ ૧૦૭૯ ૪૮૯૦૨ ૨૦૨૧૦ ૬૯૧૧૨
૨૦૧૩-૧૪ ૯૫૭ ૪૯૦૫૨ ૨૧૧૧૧ ૭૦૧૬૩
૨૦૧૪-૧૫ ૧૧૩૦ ૬૨૨૧૬ ૩૫૦૮૭ ૯૭૩૦૩
૨૦૧૫-૧૬ ૧૨૬૨ ૭૨૧૯૮ ૪૦૩૪૩ ૧૧૨૫૪૧
૨૦૧૬-૧૭ ૧૦૯૩ ૪૭૭૫૭ ૩૨૧૨૨ ૭૯૮૭૯
૨૦૧૭-૧૮ ૯૩૨ ૫૪૮૮૭ ૩૨૨૧૯ ૮૭૧૦૬
૨૦૧૮-૧૯ ૮૮૮ ૫૪૯૦૧ ૩૬૧૨૮ ૯૧૦૨૯
કુલ ૮૩૭૭ ૪૪૨૨૩૯ ૨૪૦૮૧૯ ૬૮૩૦૫૮
નેવિગેશન પર જાઓ>