પ્રકાશનો

પ્રવૃત્તિઓ

કિસાન અને ખેડુત-વૈજ્ઞાનિક ગોષ્ઠિ

વૈજ્ઞાનિકશ્રીઓના સંશોધનો ખેડુતો જાણી શકે અને તેમની જે સમસ્‍યાઓ છે તેની ચર્ચા વૈજ્ઞાનિકશ્રીઓ સાથે થઈ શકે તે માટે આ પ્રકારની કિસાન ગોષ્ઠિ પણ ગોઠવવામાં આવે છે.

કિસાન ગોષ્ઠિ

આત્મા યોજના સાથે જોડાયેલા ખેડુતો દ્વારા કોઇ એક પ્રગતિશીલ ખેડૂતના ખેતર પર ભેગા થઇ ખેડુત-ખેડૂતો વચ્ચે કિસાન ગોષ્ઠી યોજવામાં આવે છે. ગોષ્ઠીમાં કૃષિ ઉપરાંત બાગાયત, પશુપાલન, મરઘાપાલન, મધમાખી પાલન, જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવે છે. પ્રગતિશીલ ખેડુત દ્વારા ખાસ આધુનિક ખેત પધ્ધતિ અને વૈજ્ઞાનિક ખેતીલક્ષી માર્ગદર્શન ખેડૂતોને પુરુ પાડવામાં આવે છે. ખેડુતોને મુંઝવતા પ્રશ્નો ખેડુતો ચર્ચા દ્વારા નિરાકરણ લાવવામાં આવે છે. આ પ્રકારની ગોષ્ઠી તાલુકા કક્ષાએ મહત્તમ વર્ષમાં બે વાર ગોઠવવામાં આવે છે જે માટે પ્રતિ વર્ષ મહત્તમ રૂ.૩૦,૦૦૦/- સુધીના ખર્ચની જોગવાઇ છે.

વધારે માહિતી માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનોસંપર્ક કરો.

વર્ષ ગોષ્ઠિની સંખ્‍યા પુરુષ સ્‍ત્રી લાભાર્થીઓની સંખ્‍યા
૨૦૦૭-૦૮ ૪૧ ૩૮૬૪ ૮૬૦ ૪૭૨૪
૨૦૦૮-૦૯ ૬૪ ૩૫૯૦ ૨૪૦૪ ૫૯૯૪
૨૦૦૯-૧૦ ૮૦ ૯૫૩૯ ૩૮૪૮ ૧૩૩૮૭
૨૦૧૦-૧૧ ૨૦૫ ૨૧૮૭૧ ૩૪૫૦ ૨૫૩૨૧
૨૦૧૧-૧૨ ૫૨૫ ૪૮૯૫૬ ૧૦૨૦૮ ૫૯૧૬૪
૨૦૧૨-૧૩ ૭૩૧ ૬૮૧૧૨ ૧૪૭૪૫ ૮૨૮૫૭
૨૦૧૩-૧૪ ૭૫૪ ૬૭૪૩૯ ૧૪૩૬૭ ૮૧૮૦૬
૨૦૧૪-૧૫ ૯૦૫ ૮૭૭૭૯ ૧૭૬૧૪ ૧૦૫૩૯૩
૨૦૧૫-૧૬ ૫૯૮ ૪૮૬૮૮ ૧૫૧૫૦ ૬૩૮૩૮
૨૦૧૬-૧૭ ૫૭૯ ૪૩૯૪૬ ૧૪૩૨૯ ૫૮૨૭૫
૨૦૧૭-૧૮ ૫૯૭ ૪૪૬૪૦ ૧૭૬૪૩ ૬૨૨૮૩
૨૦૧૮-૧૯ ૫૫૮ ૪૩૫૦૪ ૧૪૮૩૪ ૫૮૩૩૮
કુલ ૫૬૩૭ ૪૯૧૯૨૮ ૧૨૯૪૫૨ ૬૨૧૩૮૦

ખેડુત-વૈજ્ઞાનિક ગોષ્ઠિ

આત્માના ફાર્મર ઇન્ટરેસ્ટ ગૃપના ખેડુત સભ્યોની કૃષિ યુનીવર્સીટી તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો સાથે ગોષ્ઠી યોજવામાં આવે છે. જેમાં ખેડુતોના વિવિધ પાકો અંગેના પ્રશ્નોનું વૈજ્ઞાનિક દ્વારા નિરાકરણ કરવામાં આવે છે. આ ઉપરાંત નવી શોધાયેલ ટેકનોલોજી તેમજ વૈજ્ઞાનિક અભિગમ અંગે ખેડુતોને જાણકારી આપવામાં આવે છે. આ ગોષ્ઠી જીલ્લા કક્ષાએ વર્ષમાં મહત્તમ બે વાર યોજવામાં આવે છે. આ માટે જીલ્લા કક્ષાએ રૂ.૪૦,૦૦૦/- સુધીની જોગવાઇ છે.

વર્ષ ગોષ્ઠિની સંખ્‍યા પુરુષ સ્‍ત્રી લાભાર્થીઓની સંખ્‍યા
૨૦૦૭-૦૮ ૧૨ ૩૧૭૪ ૭૦૩ ૩૮૭૭
૨૦૦૮-૦૯ ૧૭ ૨૧૯૦ ૫૫૦ ૨૭૪૦
૨૦૦૯-૧૦ ૧૨ ૨૨૨૫ ૨૩૪૭ ૪૫૭૨
૨૦૧૦-૧૧ ૬૦ ૫૪૮૬ ૧૫૩૭ ૭૦૨૩
૨૦૧૧-૧૨ ૬૦ ૫૯૪૨ ૧૮૯૯ ૭૮૪૧
૨૦૧૨-૧૩ ૭૮ ૬૩૯૩ ૨૮૭૮ ૯૨૭૧
૨૦૧૩-૧૪ ૧૦૧ ૭૬૮૫ ૨૦૯૪ ૯૭૭૯
૨૦૧૪-૧૫ ૮૦ ૭૧૦૨ ૨૦૦૬ ૯૧૦૮
૨૦૧૫-૧૬ ૭૯ ૫૭૨૭ ૨૭૪૩ ૮૪૭૦
૨૦૧૬-૧૭ ૭૩ ૫૯૮૪ ૧૩૩૩ ૭૩૧૭
૨૦૧૭-૧૮ ૬૭ ૪૯૫૮ ૨૧૬૮ ૭૧૨૬
૨૦૧૮-૧૯ ૭૩ ૫૧૫૯ ૨૪૯૨ ૭૬૫૧
કુલ ૭૧૨ ૬૨૦૨૫ ૨૨૭૫૦ ૮૪૭૭૫
નેવિગેશન પર જાઓ>