પ્રકાશનો

પ્રવૃત્તિઓ

કૃષિ મેળો / પ્રદર્શન

ખેડુતોને જીલ્લા કક્ષાએ જ આધુનિક ખેતી પધ્ધતિ, નવીન ટેક્નોલોજી, નવીન પાકોની વેરાઇટી તેમજ ખેત સાધન સામગ્રી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે કૃષિ મેળા /પ્રદર્શન યોજવામાં આવે છે. આત્મા યોજના દ્વારા દર વર્ષે આવા કૃષિ મેળા અને પ્રદર્શનનું આયોજન એક થી બે દિવસ માટે જીલ્લા કક્ષાએ કરવામાં આવે છે. જેમાં પ્રગતિશીલ ખેડુતો, વૈજ્ઞાનિકો, કૃષિના તાંત્રીક અધિકારી, કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો અને અધિકારીઓ, ખેતી ખાતાના અધિકારીઓ તેમજ આત્માના અધિકારીઓ કૃષિને લગતા વિવિધ વિષયો પર ઉપસ્થિત ખેડુતોને માર્ગદર્શન પુરૂ પાડે છે. આ કૃષિ મેળામાં કૃષિ સંલગ્ન સરકારી, અર્ધ સરકારી, બિન સરકારી તથા પ્રાઇવેટ કંપનીઓ અને વિતરકો દ્વારા અદ્યતન ટેક્નોલોજીના સ્ટોલ ગોઠવવામાં આવે છે. જેથી ખેડુતોને જીલ્લા કક્ષાએ જ તમામ ખેતી, બાગાયત, પશુપાલન, મત્સ્યપાલન, મરઘા પાલન, મધ પાલન જેવી વિવિધ યોજનાઓ અંગે એક જ સ્થળેથી માહિતી અને માર્ગદર્શન મળી રહે છે. આ ઉપરાંત ખેડુતો માટે સેમીનાર પણ યોજાય છે જેમા નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. ખેડૂતોને સરળતાથી જાણકારી મળી રહે તે માટે લીફલેટ, સીડી, ડીવીડી, બુકલેટ જેવી માહિતી સભર સાહીત્ય પુરું પાડવામાં આવે છે. આ પ્રકારના કૃષિ મેળા/પ્રદર્શન યોજવા માટે રૂ.૪,૦૦,૦૦૦/- ની જોગવાઇ છે. આ પ્રકારના મેળામાં ભાગ લેવા તાલુકા કક્ષાએ આત્મામાં જોડાયેલા ખેડુતો જીલ્લા અંદરના પ્રેરણા પ્રવાસ અંતર્ગત ભાગ લેવા જીલ્લા કક્ષાએ આવી શકે છે.

વધારે માહિતી માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનોસંપર્ક કરો.

કિસાન મેળા અને પ્રદર્શન

વર્ષ કિસાન મેળા અને પ્રદર્શન પુરુષ સ્‍ત્રી લાભાર્થીઓની સંખ્‍યા
૨૦૦૭-૦૮ ૧૩૧૧૩ ૧૯૯૪૦ ૩૩૦૫૩
૨૦૦૮-૦૯ ૧૩ ૧૭૪૪૨ ૫૬૨૫ ૨૩૦૬૭
૨૦૦૯-૧૦ ૧૪ ૧૦૯૫૭ ૩૯૧૭ ૧૪૮૭૪
૨૦૧૦-૧૧ ૪૫ ૩૮૧૪૦૮ ૬૨૦૧૮ ૪૪૩૪૨૬
૨૦૧૧-૧૨ ૫૩ ૯૮૪૦૪ ૪૭૪૬૫ ૧૪૫૮૬૯
૨૦૧૨-૧૩ ૪૯ ૫૭૪૦૯ ૨૬૮૪૬ ૮૪૨૫૫
૨૦૧૩-૧૪ ૩૯ ૫૭૪૯૩ ૩૨૬૨૩ ૯૦૧૧૬
૨૦૧૪-૧૫ ૯૭ ૫૨૦૫૨ ૨૩૦૧૭ ૭૫૦૬૯
૨૦૧૫-૧૬ ૫૯ ૪૨૯૯૦ ૨૭૭૬૦ ૭૦૭૫૦
૨૦૧૬-૧૭ ૩૮ ૪૩૯૩૨ ૨૫૩૮૯ ૬૯૩૨૧
૨૦૧૭-૧૮ ૪૦ ૪૧૯૩૬ ૨૬૨૮૨ ૬૮૨૧૮
૨૦૧૮-૧૯ ૪૦ ૪૦૬૮૦ ૨૫૧૯૩ ૬૫૮૭૩
કુલ ૪૯૩ ૮૫૭૮૧૬ ૩૨૬૦૭૫ ૧૧૮૩૮૯૧
નેવિગેશન પર જાઓ>