પ્રકાશનો

આત્મા

ઉદ્દેશો

  • કૃષિ વિસ્તરણ શિક્ષણની પ્રવૃતિઓ તથા નવા નવા સંશોધનો ખેડૂતોની જરૂરિયાત મુજબ ખેડૂતો સુધી પહોંચાડવા.
  • ખેડૂતોની પોતાની ભાગીદારીથી પોતાની રીતે જ પોતે ઈચ્છે તે પ્રકારના નિર્ણયો લઈ શકે તે માટે સત્તાનું વિકેન્ફ્ીકરણ કરવું.
  • કૃષિ વિકાસ સાથે સંકળાયેલા તમામ સરકારી, અર્ધસરકારી, બિન સરકારી, વ્યાપારી ખેડૂત સંગઠનો તેમજ કૃષિ, બાગાયત, પશુપાલન, મત્સ્યઉદ્યોગ જેવા ખાતાઓનું સંકલન સાધવું.

આમ ઉપરોકત બાબતો જોઈએ તો આત્મા મુખ્યત્વે ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી (કૃષિ સંશોધનો ખેડૂતો સુધી પહોંચાડવા)નું કામ કરે છે. અગાઉના સમયમાં કૃષિ વિસ્તરણ માટે સામુદાયિક વિકાસ યોજનાઓ નેશનલ ડેમોન્સ્ટ્રેશન, તાલીમ અને મુલાકાત યોજના વગેરે કાર્યરત હતી. આત્મા યોજનામાં સરકારી એજન્સીઓની સાથે નવા પી.પી.પી. મોડના અભિગમ મુજબ પ્રાઈવેટ સંસ્થાઓને સાથે સાંકળી કામગીરી કરવામાં આવે છે. આપણા રાજયમાં આ યોજના પ્રાયોગિક ધોરણે ર૦૦પમાં અમલમાં આવી હતી. વર્ષ ર૦૦૭-૦૮થી તમામ જીલ્લામાં અમલમાં આવેલ છે. આ યોજના માટે ભારત સરકાર ૯૦% ગ્રાન્ટ આપે છે. જયારે રાજય સરકારનો ફાળો ૧૦% હોય છે.

જીલ્લા કક્ષાએ જીલ્લા વિકાસ અધિકારીશ્રીના અઘ્યક્ષસ્થાને આત્મા ગવર્નીંગ બોર્ડ કામગીરી કરે છે જે જીલ્લાની આત્માની તમામ પ્રવૃતિઓનું અમલીકરણ, મોનીટરીંગ અને સંચાલન કરે છે.

નેવિગેશન પર જાઓ>