પ્રકાશનો

સમેતિ

ઉદ્દેશો

'સમેતિ'ની સ્‍થાપના ગુજરાત સરકારે કરેલ છે. 'સમેતિ' એ રાજય કક્ષાની 'માનવ સંસાધન વિકાસ'(Human Resource Development-HRD) માટેની રજીસ્‍ટર્ડ થયેલી સ્‍વાયત સંસ્‍થા છે. આ સંસ્‍થાના અઘ્‍યક્ષપદે અધિક મુખ્‍ય સચિવશ્રી, કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત રાજય, ગાંધીનગર છે. આ ઈન્‍સ્‍ટીટયુટનું મુખ્‍ય કાર્ય રાજયમાં વિસ્‍તરણ કાર્ય સાથે સંકળાયેલ કાર્યકરોને જરૂરિયાત આધારીત તાલીમ કાર્યક્રમો યોજવાનું છે.

મુખ્‍ય કાર્યો

  • જાહેર અને ખાનગી વિભાગોના વિસ્‍તરણ કાર્યકરોને 'વિસ્‍તરણ વ્‍યવસ્‍થાપન' અંગેની તાલીમ આપવી.
  • યોજના આયોજન, એપ્રેઈઝલ અને અમલીકરણ માટે તેમજ કૃષિને લગતી વિકાસની મુખ્‍ય બાબતો માટે કન્‍સલ્‍ટન્‍સી હાથ ધરવી.
  • મઘ્‍યમ કક્ષાના અને પાયાના વિસ્‍તરણ કાર્યકરોને તેમજ ખેડૂતોને જરૂરિયાત આધારિત તાલીમ આપવી.
  • અસરકારક વિસ્‍તરણ માટેની મેનેજમેન્‍ટ પઘ્‍ધતિઓ તૈયાર કરવી.
  • તાલીમના પ્રતિસાદરૂપ સંદેશવહનની મેનેજમેન્‍ટ પઘ્‍ધતિઓ વિકસાવવી.
નેવિગેશન પર જાઓ>