પ્રકાશનો

પ્રકાશનો

સફળવાર્તા

મધમાખી પાલન થકી વધુ આવક
ચંદ્રસિંહભાઇ કોંકણી
નામ : ચંદ્રસિંહભાઇ કોંકણી
ગામ : રંભાસ
તાલુકા : આહવા
જીલ્લો : ડાંગ
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૪૦ વર્ષ
અભ્યાસ : કૃષિ ડિપ્લોમાં
સંપર્ક : ૯૦૯૯૩૭૦૧૩૯
જમીન : ૩.૧૫ આર
પિયત : બિન પિયત
મધમાખી પાલન થકી વધુ આવક
 • ડાંગમાં જોવા મળતી આઠ પ્રકારની મધમાખીમાંથી ત્રણ પ્રકારની મધમાખીનો તેઓ ઉછેર કરે છે.
 • તેમની મહેનત, લગન અને કોઠાસૂઝથી મધમાખી ઉછેરમાં ઉપયોગી એવી મધ પેટી અને મધ માટલીનું સંશોધન કર્યું છે જેનાથી ખુબ જ સરળતાથી મધ એકઠું થાય છે.
 • સ્વીમટકોર્ન મકાઇના પાકમાં મધ પેટી મુકવાથી ઉત્પાદનની ગુણવત્તા સારી થઇ અને ૩૦ થી ૪૦ ટકાનો ઉત્પામદનમાં વધારો થયો.
 • આંબા અને કાજુના પાકમાં મધ માટલી મુકવાથી ફળ ઉત્પાદનમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો થયો.
 • મધમાખી ઉછેરના વર્કશોપ કે તાલીમ કાર્યક્રમોમાં તેઓ વિષય નિષ્ણાંત તરીકે પોતાની તજજ્ઞતાથી બીજા ખેડુતોને માહિતી અને માર્ગદર્શન આપે છે.
 • વર્ષ ૨૦૧૧-૧૨ માટે રાજ્ય કક્ષાનો ‘બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ’ મળેલ છે.

મધમાખી પાલનની આવકની વિગતો

રૂ. લાખમાં

ક્રમ વર્ષ ઉત્‍પાદન ખર્ચ ચોખ્‍ખો નફો
૨૦૦૯ ૧૩ મણ ૦.૧૪ ૦.૪૩
૨૦૧૦ ૧૭ મણ ૦.૧૬ ૦.૬૪
૨૦૧૧ ૨૧ મણ ૦.૨૦ ૧.૨૫
રોકડીયા પાકોથી મબલખ આવક
હર્ષદભાઇ પટેલ
નામ : હર્ષદભાઇ પટેલ
ગામ : પીપલાવ
તાલુકો :સોજીત્રા
જીલ્લો : આણંદ
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૪૦ વર્ષ
અભ્યાસ :એફ. વાય. બી. કોમ
સંપર્ક નંબર : ૯૯૨૪૨૬૧૭૭૪
જમીન :૨ હેકટર
પિયત :ટયુબવેલ
રોકડીયા પાકોથી મબલખ આવક
 • વૈજ્ઞાનિક ઢબે પીયત ખેતી હેઠળ રોકડીયા પાકોમાં કલકત્તી તમાકું, ટામેટા, ઓફ સીઝનમાં તડબુચ અને કલર કેપ્‍સીકમની ખેતી કરે છે.
 • આત્‍મા પ્રોજેકટ તથા આણંદ કૃષિ યુનિર્વસિટી દ્વારા નવીન તાંત્રિકતાઓ, ડ્રીપ ઇરીગેશન, આઇબીએનએમ (ઇન્‍ટ્રીગ્રેટેડ બાયોન્‍યુટ્રીયન્‍ટ મેનેજમેન્‍ટ) જેવી ઇનોવેટીવ ટેકનોલોજી સમજ અને તાલીમ મેળવવી.
 • ઇનોવેટીવ ટેકનોલોજી આઇબીએનએમથી યુરિયા ખાતરનો વપરાશ ઘટાડયો જેનાથી ઉત્‍પાદન ખર્ચમાં ઘટાડો થયો અને વિક્રમજનક ઉત્‍પાદન મળ્યું.
 • તેઓ દુબઇ અને પાકિસ્‍તાનમાં ટામેટા અને કલર કેપ્‍સીકમની નિકાસ કરે છે.
 • તેઓને વર્ષ ૨૦૦૯-૧૦ માં ‘સરદાર પટેલ કૃષિ સંશોધન’ એવોર્ડ અને વર્ષ ૨૦૧૧-૨૦૧૨ માટે રાજ્ય કક્ષાનો ‘બેસ્‍ટ આત્‍મા ફાર્મર્સ એવોર્ડ’ મળેલ છે.

આવકનું વિવરણ

રૂ. લાખમાં

પાક ઉત્‍પાદન (પ્રતિ હેકટર) આવક ખર્ચ ચોખ્ખો નફો
તમાકું ૪૨૦૦ કિ.ગ્રા. ૨.૨૦ ૦.૩૫ ૧.૮૫
ટામેટા ૮૯ ટન ૫.૧૧ ૨.૨૪ ૨.૮૭
ઓફ સીઝન તડબુચ ૩૫.૫ ટન ૩.૫૫ ૦.૯૫ ૨.૬૦
કલર કેપ્‍સીકમ - ૩.૮૨ ૦.૯૭ ૨.૮૪
સજીવ ખેતીથી સમૃદ્ધિ
હિરજીભાઇ ભીંગરાડિયા
નામ : હિરજીભાઇ ભીંગરાડિયા
ગામ : માલપરા
તાલુકો :ગઢડા
જીલ્લો : ભાવનગર
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૬૬ વર્ષ
અભ્યાતસ : બી.આર.એસ
સંપર્ક નંબર : ૯૩૨૭૫૭૨૨૯૭
જમીન : ૧૬ હેકટર
પિયત : ટયુબવેલ / કુવો
સજીવ ખેતીથી સમૃદ્ધિ
 • ઝેરી દવાઓની આડઅસરથી બચવા તેમજ જમીન, પાણી, હવાને પ્રદુષણ મુક્ત બનાવવા તેમણે સજીવ ખેતીનો અભીગમ અપનાવ્‍યો.
 • સજીવ ખેતી માટે તેમણે સેન્‍દ્રિય ખાતર વધુ જગ્‍યામાં તૈયાર કરવા ‘‘ઢોરવાડા’’ બનાવ્‍યા અને અળસિયા પાળી વર્મી કંપોસ્‍ટ ખાતર તૈયાર કર્યું. .
 • બાયો કલ્‍ચરનો ઉપયોગ શરૂ કર્યો, જમીનમાં ‘‘જીવામૃત’’ પાવાનું શરૂ કર્યું અને દ્વિહેતુક ‘‘ગોબરગેસ પ્‍લાન્‍ટ’’ શરૂ કર્યો. આ પગલા લેવાથી તેમની જમીન જીવીત થઇ ગઇ.
 • ખેડુતોને સજીવ ખેતીનું માર્ગદર્શન મળી રહે તે હેતુથી ૪૦ થી ૫૦ પુસ્‍તકો પણ તેમણે સ્‍વહસ્‍તે લખી પ્રકાશિત કરેલા છે.
 • રાષ્‍ટ્રીય કક્ષાએ ICAC ઇનોવેટીવ ફાર્મર તરીકેનો એવોર્ડ, FGI વડોદરા તરફથી FGI એવોર્ડ, ગુજરાત સરકાર તરફથી રાજ્ય કક્ષાનો ‘સરદાર પટેલ કૃષિ સંશોધન એવોર્ડ’ અને વર્ષ ૨૦૧૧-૧૨ માટે રાજ્યકક્ષાનો ‘બેસ્‍ટ આત્‍મા ફાર્મર્સ એવોર્ડ’ પણ મળેલ છે.

ખેતીની ૪૦ એકર જમીનની આવક

રૂા. લાખમાં

સજીવ ખેતી પહેલાની આવક (ત્રણ વર્ષની) સજીવ ખેતી બાદની આવક (ત્રણ વર્ષની)
૩.૪૫ ૭.૩૦
૩.૩૦ ૮.૫૦
૩.૦૭ ૮.૧૦
કેસર કેરીમાં મૂલ્‍યવર્ધન
વજુભાઇ ડોબરીયા
નામ : વજુભાઇ ડોબરીયા
ગામ : ભાખા
તાલુકો : ઉના
જીલ્લો : જુનાગઢ
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૫૫ વર્ષ
અભ્યાતસ : પ પાસ
સંપર્ક નંબર : ૯૨૨૮૨૯૯૯૮૧
જમીન : ૩ હેકટર
પિયત : ટયુબવેલ / કુવો
કેસર કેરીમાં મૂલ્‍યવર્ધન
 • પ્રોસેસીંગ પ્રક્રિયામાં સારી ગુણવત્તાવાળા ફળની પસંદગી કરી, ફળોમાંથી રસ કાઢી તેને ગરમ કર્યા બાદ યોગ્‍ય માત્રામાં ખાંડ અને પ્રીઝરવેટીવ ઉમેરી હવા ચુસ્‍ત બોટલમાં ભરવામાં આવે છે.
 • આ પ્રોસેસીંગ પ્રક્રિયામાં કેરીમાં રહેલા તત્‍વો જેવા કે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટસ, વીટામીનો અને ખનીજો નાશ થતા નથી.
 • તેઓ ખેત પેદાશમાં મૂલ્‍યવર્ધન કરી અને માર્કેટમાં વેચાણ અર્થે મુકી વધુ આર્થિક નફો મેળવે છે.
 • ગ્રામ્‍ય સ્‍તરે આ રીતે પ્રોસેસીંગનો નાનો એકમ ઉભો કરી રોજગારીની તકો ઉભી કરેલ છે.

કેરીના રસની આવકની વિગતો

રૂા. લાખમાં

ક્રમ વર્ષ ઉત્પાદન ચોખ્‍ખો નફો
૨૦૧૧ ૩૦૦ મણ ૩.૧૨
૨૦૧૨ ૩૨૫ મણ ૩.૮૦
૨૦૧૩ ૪૫૦ મણ ૫.૫૫
આદર્શ પશુપાલન
નરપતસિંહ નિચોરીયા
નામ : નરપતસિંહ નિચોરીયા
ગામ : રાજપરા
તાલુકો : નાંદોદ
જીલ્લો : નર્મદા
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૫૭ વર્ષ
અભ્યાસ : ઓલ્ડ એસ.એસ.સી.
સંપર્ક નંબર : ૯૮૨૫૫૨૪૧૬૬
જમીન : ૫ હેકટર
પિયત : ટયુબવેલ
આદર્શ પશુપાલન
 • રપ ગાય, ૬ ભેંસ મળી કુલ ૩૧ પશુઓ છે. જેના થકી તેઓ દૈનિક ૨૨૫ થી ૨૫૦ લીટર દૂધનું સરેરાશ ઉત્પાદન મેળવી રહ્યાં છે.
 • વધુ દુધ ઉત્પાદન મળી રહે તે માટે સારી ઓલાદની ગાયો રાખી દરેક ગાય દ્વારા દૈનિક ૨૦ થી ૨૬ લીટર દૂધ મેળવે છે.
 • જમીનની ભૌતિક સ્થિશતિ સુધારવા સેન્દ્રીય ખાતરની જરૂરિયાત ઉભી થઇ અને માર્કેટમાં સેન્દ્રીય ખાતરના ભાવ વધુ હોઇ તેમને વળતર ઘણું ઓછું મળે એવી સ્થિેતિ સર્જાઇ. ગાયના છાણ અને મૂત્રમાંથી સેન્દ્રીય ખાતર બનાવી તેઓ પોતાની ખેતીમાં કેળા, પપૈયા, શેરડી જેવા પાકોમાં ઉપયોગ કરી વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે.
 • બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો છે જેના દ્વારા ઘરગથ્થુ ગેસની જરૂરિયાત પુરી કરી ગેસના બોટલ જેટલા ખર્ચની બચત દર મહિને મેળવે છે.
 • વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેડુતોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે.
 • વર્ષ ૨૦૧૧-૧૨ માટે રાજ્ય કક્ષાનો ‘બેસ્ટવ આત્મા ફાર્મર્સ એવોર્ડ’ તેઓને મળેલ છે.

પશુપાલનની આવકની વિગત

રૂા. લાખમાં

વિગત ૨૦૦૯-૧૦ ૨૦૧૦-૧૧ ૨૦૧૧-૧૨
કુલ આવક ૫.૮૦ ૧૫.૨૫ ૨૦.૧૦
કુલ ખર્ચ ૪.૦૯ ૧૧.૬૮ ૧૩.૮૧
વાર્ષિક નફો ૧.૭૦ ૩.૫૬ ૬.૨૯
ખેતતલાવડી તથા ડ્રીપ અપનાવી વિવિધ પાકોની લાભદાયક ખેતી
ઘનશ્યામભાઇ અડાલજા
નામ : ઘનશ્યામભાઇ અડાલજા
ગામ : ખોલડીયાદ
તાલુકો : વઢવાણ
જીલ્લો : સુરેન્દ્રનગર
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૩૪ વર્ષ
અભ્યાસ : બી.એસ.સી. (કેમેસ્ટ્રી)
સંપર્ક નંબર : ૯૯૭૯૩૦૦૪૪૪
જમીન : ૧૦.૫ હેકટર
પિયત : ટયુબવેલ
ખેતતલાવડી તથા ડ્રીપ અપનાવી વિવિધ પાકોની લાભદાયક ખેતી
 • પોતાના પુરૂષાર્થ, દ્રઢ સંકલ્પ અને આગવી કોઠાસુજથી ખેતી કરી પોતાના કુટુંબને આર્થિક અને સામાજીક રીતે ઉંચુ સ્થાન અપાવ્યું છે.
 • આત્માક યોજનામાં જોડાયા અને તાલીમ તથા પ્રેરણા પ્રવાસ, કૃષિમેળામાં ખેતી, સરકારી યોજનાની વિવિધ જાણકારી મેળવી તેમજ પોતાના દ્રઢ સંકલ્પની આધુનિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો.
 • વર્ષ ૨૦૦૯-૨૦૧૦માં સૌરાષ્ટ્રો જલધારા ટ્રસ્ટન સહયોગથી તેમના ખેતરમાં કુલ ૩૦ ગુંઠામાં ખેત તલાવડી બનાવી અને તલાવડીના એક ખુણામાં કુવો બનાવ્યોસ.
 • આ તલાવડી બનાવવા માટે જી.એલ.ડી.સી.માંથી સબસીડી પેટે સહાય મેળવી હતી. આમ તેમણે પોતાના ખેતરમાં આર. કે. વી. વાય યોજના અને જી. જી. આર. સી. માંથી સહાય મેળવી ૧૦૦ ટકા ટપક પદ્ધતિ અપનાવેલ છે.

આવકનું વિવરણ

રૂા. લાખમાં

વર્ષ પાક ઉત્‍પાદન ભાવ ખર્ચ નફો
૨૦૧૦-૨૦૧૧ કપાસ ૧૨૨૨ મણ ૧૦૦૦ ૪.૮૧ ૭.૬૪
તલ ૫ મણ ૧૨૦૦
જીરૂ ૬ મણ ૩૦૦૦
૨૦૧૧-૨૦૧૨ કપાસ ૮૨૦ મણ ૮૫૧ ૭.૪૩ ૪.૮૫
તલ ૩૦ મણ ૧૨૦૦
જીરૂ ૧૫૦ મણ ૩૦૦૦
જુવાર ૩૦૦ મણ ૧૫૦
૨૦૧૨-૨૦૧૩ કપાસ ૮૯૪ મણ ૮૫૨ ૮.૭૦ ૮.૭૬
તલ ૨૮૨ મણ ૧૮૧૫
જીરૂ ૧૭૦ મણ ૨૫૫૦
જુવાર ૪૦૦ મણ ૧૦૦
મગફળીમાં મલ્ચીંગ સાથે ડ્રીપ એક નવીન અભિગમ
કિશોરભાઇ પેઢડીયા
નામ : કિશોરભાઇ પેઢડીયા
ગામ : સુમરી ધુતારપુર
તાલુકો : જામનગર
જીલ્લો : જામનગર
રાજ્ય : ગુજરાત
અભ્યાસ : ધોરણ-૯
સંપર્ક નંબર : ૯૯૨૫૪૧૯૩૨૪
મગફળીમાં મલ્ચીંગ સાથે ડ્રીપ એક નવીન અભિગમ
 • ખેતીને એક શોખ બનાવી પોતાના ધંધા તરીકે સ્વીયકારી કાંઇક નવીન કરવાની તમન્નાથી કૃષિ મહોત્સંવ દરમ્યાન કૃષિ વૈજ્ઞાનિકોના સંપર્કથી ખેતી વિષયક વાર્તાલાપ કર્યો.
 • આત્મા પ્રોજેક્ટ જામનગર ખાતે અવાર નવાર તાલીમ કાર્યક્રમોમાં ભાગ લઇ તેમને ઓર્ગેનીક ખેતી, સુક્ષ્માપિયત પદ્ધતિ, મલ્ચીંગ જેવી નવીનતમ ખેતી કરવાની પ્રેરણા મળી.
 • આ પદ્ધતિમાં નિંદામણ ઓછું જોવા મળે છે. ભેજ ઓછો ઉડતો હોવાથી સૂયા બેસવામાં, મગફળીના ડોડવા બંધાવવામાં ખુબ જ અનુકૂળતા રહેતી હોવાથી ખુબ સારૂ ઉત્પાંદન મેળવે છે.
 • બીજા ખેડૂતોએ પ્રેરણા મેળવી આ પદ્ધતિ અપનાવી છે.
 • મગફળીમાં મલ્ચીંરગ સાથે ડ્રીપ ઘણા ફાયદા થયેલ છે.

આવકનું વિવરણ

રૂા. લાખમાં

વર્ષ પાક ઉત્‍પાદન કિગ્રા
(પ્રતિ હેકટર)
ઉત્‍પાદન ખર્ચ
(પ્રતિ હેકટર)
વેચાણ પ્રતિ
(પ્રતિ હેકટર)
ચોખ્‍ખો નફો
(પ્રતિ હેકટર)
૨૦૦૮-૨૦૦૯ મગફળી ૧૮૦૦ ૦.૧૧ ૦.૩૭ ૦.૨૬
૨૦૦૯-૨૦૧૦ મગફળી ૨૭૦૦ ૦.૧૦ ૦.૮૭ ૦.૭૭
૨૦૧૦-૨૦૧૧ મગફળી ૩૭૦૦ ૦.૧૫ ૧.૩૮ ૧.૨૩
ખારેકની ખેતીમાં મહિલાનું પ્રદાન
ભાવનાબેન પટેલ
નામ : ભાવનાબેન પટેલ
ગામ : રત્નાપર
તાલુકા : માંડવી
જીલ્લો : કચ્છ
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૩૪ વર્ષ
અભ્યાસ : ધોરણ-૧૦
સંપર્ક : ૭૮૭૪૬૩૬૩૦૦
જમીન : ૬૦.૫ હેકટર
ખારેકની ખેતીમાં મહિલાનું પ્રદાન
 • વર્ષોથી ચાલી આવતી ખેતી પદ્ધતિમાંથી દરેક ખેડૂતો સામાન્યમ રીતે ઋતુવાર પાકની ખેતી કરે છે.
 • તેઓએ પોતાના દ્રઢ સંકલ્પ, પુરૂષાર્થે અને આગવી કોઠાસુઝ દ્વારા ખારેકની ખેતી કરી પોતાના કુટુંબને આર્થિક તેમજ સામાજીક રીતે ઉંચુ સ્થાન અપાવ્યું છે.
 • આત્મા સાથે સંકળાયા ત્યારથી ખારેકનું વાવેતર ૧૫૦ એકરમાં કરેલ છે. જેમાંથી વર્ષે સારૂ એવું ઉત્પાદન લઇ રહ્યા છે.
 • ખારેકની સાથે આંતર પાક શક્કર ટેટી, તડબુચ, કેરી વગેરે લેવામાં આવે છે. તેઓએ ફાર્મ પર ઓર્ગેનીક લીકવીડનો પ્લાન્ટ તૈયાર કરેલ છે. જેનો છંટકાવ કરવાથી જમીન ફળદ્રુપ બને છે.
 • ખારેકનું માર્કેટીંગ ગાંધીનગર અને અમદાવાદ ગુજરાત એગ્રો મારફતે સ્ટોવલ દ્વારા દર વર્ષે કરી રહ્યાં છે.

આવકનું વિવરણ

રૂા. લાખમાં

વર્ષ ઉત્‍પાદન (ટન) ખર્ચ નફો
૨૦૦૯ ૭૫ ૨૫.૦૦ ૩૦.૦૦
૨૦૧૦ ૮૫ ૩૦.૦૦ ૩૫.૦૦
૨૦૧૧ ૧૮૫ ૩૫.૦૦ ૪૦.૦૦
૨૦૧૨ ૧૮૫ ૩૫.૦૦ ૪૦.૦૦
મરઘાપાલન
જીકરઅલી ખોખર
નામ : જીકરઅલી ખોખર
ગામ : સવાલા
તાલુકા :વિસનગર
જીલ્લો : મહેસાણા
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૩૪ વર્ષ
અભ્યાસ :બી.એસ.સી. (કેમેસ્‍ટ્રી)
સંપર્ક :૯૯૭૯૩૧૫૪૦૦
મરઘાપાલન
 • તેમને કંઇ નવું કરવાની ઇચ્છાં હતી તેથી જબ્બર અલીખાનની સલાહ મુજબ જુની પદ્ધતિ મુજબ વર્ષ ૨૦૦૪ થી મરઘાપાલનનો વ્યવસાય નાના પાયે શરૂ કર્યો.
 • તેમને આ આવકથી સંતોષ ન હતો ત્યારબાદ આત્મા પ્રોજેકટ અંતર્ગત કૃષિમેળા કેવીકે માં ગયા ત્યાંથી નવી પદ્ધતિ મુજબ મરઘા પાલનના ઉછેરની તમામ માહિતી મેળવી.
 • તેઓએ પોલ્ટ્રી ફાર્મમાં સુધારા વધારા કરી અદ્યતન આધુનિક પોલ્ટ્રી ફાર્મ બનાવ્યું પછી ધીમે ધીમે ઉત્તરોત્તર ઉત્પાદનની સાથે આવક પણ વધી અને નફો પણ સારો થયો.

આવકનું વિવરણ

રૂા. લાખમાં

જુની પદ્ધતિ ૨૦૦૯-૧૦ જુની પદ્ધતિ ૨૦૦૯-૧૦ નવી પદ્ધતિ ૨૦૧૧-૧૨ નવી પદ્ધતિ ૨૦૧૧-૧૨
પક્ષી ૬૦૦૦ પક્ષી ૫૦૦૦
વેચાણ ૫.૬૦ વેચાણ ૮.૧૫
ખર્ચ ૫.૯૧ ખર્ચ ૬.૦૩
નુકશાન ૦.૩૧ ચોખ્‍ખો નફો ૨.૧૧
નફાકારક પશુપાલન
જયાબેન દાહીમા
નામ : જયાબેન દાહીમા
ગામ : દેવળી (દેદાની)
તાલુકા : કોડીનાર
જીલ્લો : જુનાગઢ
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૪૩ વર્ષ
અભ્યાસ : એમ.એ.
સંપર્ક : ૯૨૭૫૦૮૮૩૬૦
જમીન : ૪ હેકટર
નફાકારક પશુપાલન
 • તેઓએ આદર્શ પશુપાલન કરી પોતાની આર્થિક પરિસ્થિતી મજબુત બનાવી છે.
 • શરૂઆતમાં બે-ત્રણ પશુઓ ઉછેરી દૂધ ઉત્પાદન ઉપરાંત ખાતર બનાવી ઘર ખર્ચ માટે આવક મેળવતા હતા.
 • આજે ૬ ભેંસ, ર એચ.એફ.ગાય તથા ૧ ગીર ગાય એમ કુલ ૯ પશુ મારફતે તેમના મળમૂત્ર તથા છાણમાંથી વર્મીકમ્પોસ્ટ તથા બાયોકમ્પોસ્ટ ખાતર બનાવી તેમની ૪ હેકટર જમીનમાં તેનો ઉપયોગ કરે છે.
 • વધુ દૂધ ઉત્પાદન મેળવવા માટે પશુઓને ખોળ, કપાસિયા, ઘઉં, ભૂંસુ તથા ખાણદાણનું મિશ્રણ જાતે બનાવે છે તથા દરેક પશુને ચાફકટર મશીનથી ઘાસચારો કાપીને પૂરો પાડે છે.

પશુપાલનમાંથી મેળવેલ આવકની વિગતો

રૂા. લાખમાં

વર્ષ પશુની સંખ્‍યા પશુની સંખ્‍યા પશુની સંખ્‍યા દૂધના વેચાણથી થયેલ આવક વર્ષ દરમ્‍યાન થયેલ ખર્ચ વર્ષ દરમ્‍યાન ચોખ્‍ખો નફો
ભેંસ ગાય કુલ
૨૦૧૦-૧૧ ૦.૬૦ ૦.૩૨ ૦.૨૮
૨૦૧૧-૧૨ ૧.૭૦ ૦.૯૦ ૦.૮૦
૨૦૧૨-૧૩ ૪.૧૦ ૧.૭૦ ૨.૪૦
ગ્રીન હાઉસમાં ડચરોઝની ખેતી
મહેન્દ્રભાઇ પટેલ
નામ : મહેન્દ્રભાઇ પટેલ
ગામ : કાસીન્દ્રામ
તાલુકા :દસક્રોઇ
જીલ્લો : અમદાવાદ
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૪૭ વર્ષ
અભ્યાસ : એસ.એસ.સી.
સંપર્ક : ૯૮૨૫૦૯૪૮૪૬
ગ્રીન હાઉસમાં ડચરોઝની ખેતી
 • તેઓ પરંપરાગત પદ્ધતિથી ઘઉં, કપાસ અને દિવેલા જેવા પાકોની ખેતી કરતા હતા.
 • આત્માર યોજના દ્વારા પ્રેરણા અને બાગાયત ખાતા તરફથી માર્ગદર્શન અને સહાય મળતાં ગ્રીનહાઉસમાં ગુલાબની ખેતી કરેલ છે.
 • છેલ્લા બે વર્ષથી ૨૦૦૯-૨૦૧૦ અને ૨૦૧૦-૨૦૧૧ માં તેમજ ચાલુ વર્ષે ગ્રીનહાઉસમાં ફૂલપાકમાં ડ્રીપઇરીગેશન ફર્ટીગેશનથી ડચરોઝની આધુનિક ખેતી પદ્ધતિ દ્વારા ખેતી કરી સારી આવક મેળવેલ છે.

આવકની વિગતો

રૂા. લાખમાં

વર્ષ પાકનું નામ વાવેતર વિસ્‍તાર (હેકટર) કુલ આવક કુલ ખર્ચ ચોખ્‍ખો નફો
૨૦૦૮-૦૯ ઘઉં, કપાસ, અને એરંડા ૦૦-૮૭-૦૧ ૨.૦૫ ૦.૮૦ ૧.૨૫
૨૦૦૯-૧૦ ડચરોઝ ૦૦-૪૦-૦૦ ૧૫.૦૦ ૬.૦૦ ૯.૦૦
૨૦૧૦-૧૧ ડચરોઝ ૦૦-૪૦-૦૦ ૨૪.૦૦ ૬.૦૦ ૧૮.૦૦
દ્રઢ મનોબળ ધરાવતા વિકલાંગ ખેડૂત દ્વારા દાડમની ખેતી
ગેનાભાઇ પટેલ
નામ : ગેનાભાઇ પટેલ
ગામ : આગથણા (સરકારી ગોણીચા)
તાલુકા : ડીસા
જીલ્લો : બનાસકાંઠા
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૫૩ વર્ષ
અભ્યાસ : એચ.એસ.સી.
સંપર્ક : ૯૯૨૫૫૫૭૧૭૭
અનુભવ : ૧૫ વર્ષ
જમીન : પ હેકટર
દ્રઢ મનોબળ ધરાવતા વિકલાંગ ખેડૂત દ્વારા દાડમની ખેતી
 • દાડમના કુલ ૫૫૦૦ ઝાડ
 • દરેક ઝાડને સેન્દ્રીય જૈવિક ખાતર તરીકે પંચામૃત (ગૌ મુત્ર + ગૌ છાણ + ગોળ + કઠોળનો લોટ) તથા વર્મીકમ્પોસ્ટ દર મહિને આપવામાં આવે છે.
 • આમ કરવાથી ફળ લાલ, ચમકદાર, મોટા કદના અને ગુણવત્તા સભર થાય છે.
 • પક્ષીઓ સામે રક્ષણ માટે દરેક ઝાડને ફરતે બર્ડનેટથી કવર કરવામાં આવે છે.
 • ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતોએ તેમના ફાર્મની મુલાકાત લીધેલ છે.
 • તેમની ખેતી જોઇએ આજુબાજુના ગામોમાં અંદાજીત ર.પ૦ લાખ રોપાનું વાવેતર થયું.
 • ‘કૃષિના ઋષિ એવોર્ડ’ – વર્ષ ૨૦૦૯, ‘રાજસ્થાન હલ્દયર ટાઇમ્સો એવોર્ડ’ અને ‘બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ’ – વર્ષ – ૨૦૧૨

આવકની વિગતો

રૂા. લાખમાં

વર્ષ ઉત્‍પાદન (ટન/હેકટર) કિંમત (રૂા. /કિ.ગ્રા.) આવક / હેકટર ખર્ચ / હેકટર નફો / હેકટર
૨૦૧૦ ૦૯ ૧૬૧ ૧૪.૪૯ ૧.૨૦ ૧૩.૨૯
૨૦૧૧ ૧૨ ૭૫ ૦૯.૦૦ ૧.૫૦ ૦૭.૫૦
૨૦૧૨ ૨૬ ૬૬ ૧૭.૧૬ ૨.૦૦ ૧૫.૧૬
ખેતીમાં જીવામૃતનો ઉપયોગ
ચેતનકુમાર ડાવરીયા
નામ :ચેતનકુમાર ડાવરીયા
ગામ : કાથરોટા
તાલુકા : જુનાગઢ
જીલ્લો : જુનાગઢ
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૩૬ વર્ષ
અભ્યાસ : એસ.એસ.સી.
સંપર્ક : ૯૮૯૮૨૪૪૨૯૦
જમીન : ૬ હેકટર
ખેતીમાં જીવામૃતનો ઉપયોગ
 • કુલ ૬ હેકટર જમીનમાં ચોમાસામાં કપાસ વાવે છે. તેઓ તેનો વિધે ૨૭ થી ૩૫ મણ સુધીનો ઉતારો મેળવે છે. તે સિવાય ર૦ વિઘામાં તેમણે જી. જી. ર૦ જાતની મગફળી વાવેલી મગફળીનું પણ તેમને વિઘે ૧૮ થી ૨૦ મણનું ઉત્પાદન મળે છે.
 • મગફળીમાં ટ્રાઇકોડર્માનો ઉપયોગ કરે છે. આને લીધે ડોડવા સારા થાય છે. તેલના ટકા પણ સારા મળે છે.
 • શિયાળામાં તેઓ ર૩ થી ર૪ વિઘામાં લોક-૧, જી. ડબલ્યું ૩૬૬ જાતનું વિઘે ૫૦ મણ ઉત્પાદન લે છે.
 • જીવામૃત બનાવવાની રીત : ૧૦ કિલો ગૌમૂત્રનો અર્ક, ૧૦ કિલો ગાયનું છાણ, એક કિલો અનાજનો લોટ, એક કિલો કઠોળનો લોટ, એક કિલો સફડાની માટી તથા એક કિલો રસાયણ વિનાનો ગોળ નાખી તેનું મિશ્રણ તૈયાર કરવું. આ મિશ્રણને ર૦૦ લીટર પાણીના બેરલમાં ભરવું. દિવસમાં ત્રણ વખત તેને ઠાલવવું. ત્યારબાદ ૭૨ કલાક પછી તેનો ઉપયોગ કરવો.

આવકની વિગતો

રૂા. લાખમાં

વર્ષ જાતો જીવામૃત બીજામૃતથી હેકટર ઉત્‍પાદન આવક રાસાયણિક ખાતરથી હેકટરે ઉત્‍પાદન અને આવક રાસાયણિક ખાતરથી હેકટરે ઉત્‍પાદન અને આવક આવક
૨૦૦૯ GW-૩૬૬ ૭૫૦૦ ૩૫૦ ૧.૩૧ ૬૨૦૦ ૩૦૦ ૦.૯૨
૨૦૧૦ GW-૩૬૬ ૭૨૦૦ ૩૫૦ ૧.૨૬ ૬૦૦૦ ૩૦૦ ૦.૯૦
૨૦૧૧ GW-૩૬૬ ૭૩૦૦ ૩૫૦ ૧.૨૬ ૬૩૦૦ ૩૦૦ ૦.૯૪
સરેરાશ ૭૩૩૩ ૩૫૦ ૧૨૮૩૩૦ ૬૧૬૬ ૩૦૦ ૯૨૪૯૦

ચોખ્‍ખો નફો : ૧૨૮૩૩૦ – ૯૨૪૯૦ = ૩૫૮૪૦ + ૨૧૫૦ = ૩૭૯૯૦ / હેકટર

ખેત ઉપયોગી સુધારેલા ઓજારો
રમેશભાઇ પાનસુરીયા
નામ :રમેશભાઇ પાનસુરીયા
ગામ : કાલાવડ
તાલુકા : જામનગર
જીલ્લો : જામનગર
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૪૯ વર્ષ
અભ્યાસ : એચ.એસ.સી. (સાયન્સ)
સંપર્ક : ૯૪૨૬૯૮૦૬૬૪
જમીન : ૮ એકર
ખેત ઉપયોગી સુધારેલા ઓજારો
 • કોઠાસુઝથી ઓજારો બનાવી યાંત્રીક ખેતી તેઓએ અપનાવી વધુ ઉત્પાદન લઇ શકયા.
 • મીલેટરીમાં ૧૨ વર્ષ ફરજ બજાવી નિવૃત્ત થઇ ખેતી પણ શરૂ કરી.
 • નવા ઓજારનું નામ: સાવ નજીક વાવેલા (સેમર) પાકમાં મલ્ટી. નીંદણયૂ હાથ સાતી
 • ઉપયોગીતા :
  • એક સાથે આઠ લાઇનમાં નિંદામણ થઇ જાય છે અને તે કયારામાં ઘાસ રહેતું નથી.
  • પોઝીશનમાં ફેરફાર કરી જરૂરિયાત મુજબ ઉપયોગમાં લઇ શકાય છે.
  • ૧૫ થી ૨૦ વ્યાક્તિનું કામ માત્ર ર વ્યક્તિ કરી શકે છે.
  • પોટા પલળીને હારના થડીયામાં પડે છે, તેથી થયેલ પાકને ટેકો મળે છે.
  • જમીન પોચી અને ભરીચરી બને છે.
  • પાક નહી કચળાવથી ઉત્પાબન વધુ મળે છે.
  • કામ ઝડપી થવાથી વહેલાસર પિયત આપી શકાય છે.
  • બધી જ માટી પલળી જવાથી બીજી વખતનો મજુરી ખર્ચ ઘટે છે.

આવકની વિગતો

રૂા. લાખમાં

વાવેતર વર્ષ પાક વાવેતર વિસ્‍તાર (એકર) ઉત્‍પાદન (કિ.ગ્રા./એકર) ઉત્‍પાદન ખર્ચ (એકર) આવક (એકર) ચોખ્‍ખો નફો (એકર)
૨૦૧૦-૧૧ ગમ ગુવાર ૮૦૦ ૦.૪૯ ૨.૪૦ ૧.૯૦
૨૦૧૧-૧૨ ગમ ગુવાર ૯૫૦ ૦.૨૮ ૨.૨૫ ૧.૯૬
૨૦૧૨-૧૩ ગમ ગુવાર ૧૦૦૦ ૦.૧૪ ૧.૮૦ ૧.૬૫
ખેત ઓજારો બનાવી તેનો ઉપયોગ કરનાર કૃષિકાર
ઉમેશભાઇ દોમડીયા
નામ : ઉમેશભાઇ દોમડીયા
ગામ : વડાલ
તાલુકા : જુનાગઢ
જીલ્લો : જુનાગઢ
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૩પ વર્ષ
અભ્યાસ : ટેકનીકલ આઇટીઆઇ
સંપર્ક : ૯૯૦૯૦૬૦૨૨૨
જમીન : ર૪ એકર (૬૦ વિઘા)
ખેત ઓજારો બનાવી તેનો ઉપયોગ કરનાર કૃષિકાર
 • તેઓ ૨૪ એકરમાં ખેતી કરે છે. છેલ્લા ૧૫ વર્ષથી ખેત ઓજારો બનાવે છે. તેમણે આજ સુધીમાં મીની ટ્રેકટર, આંતર ખેડના ઓજારો, મીની ટ્રેલર, ટ્રોલી, ઓટોમેટીક ઓરણી, કયારા સમતલ કરનારૂ સાધન, ઓનિયન રીપ્લામન્ટ૫ર, રોટાવેટરની અવેજીમાં ચાલે તેવ સાધન, બીજનો દર જાળવવાનું મીટર સાથેનું સાધન વગેરે મળી નાના મોટા ત્રીસેક ઓજારો બનાવેલ છે.
 • જેમાં ટ્રેકટર દ્વારા સંચાલિત ડુંગળીની ફેર રોપણી માટેનું સાધન (Onian Transplanater) અને દેશી ખાતરનો વાવણીયો (Automatic Compost Applicator) તેમના મુખ્ય યંત્રો છે જેનો ખેડુતોમાં બહોળો ઉપયોગ થઇ રહ્યો છે. તેનો પ્રયોગ તેમની ખેતીમાં કરે અને જરૂર લાગે ત્યાં ફેરફાર કરતાં રહે. ખેતીના બધા જ સાધનોનું રીપેરીંગ પણ જાતે જ કરે છે.
 • ડુંગળીની ફેર રોપણી માટેના યંત્રથી ડુંગળીના ફેર રોપણીની કામગીરી વધારે કાર્યક્ષમતાથી અને ઓછા ખેતી ખર્ચમાં કરી શકાય છે. પારંપરિક પદ્ધતિથી એક દિવસમાં ૧.૨ એકરમાં ફેર રોપણી થઇ શકે છે જ્યારે આ સાધનથી ૩.૨ એકરમાં ફેર રોપણી થઇ શકે છે.
 • દેશી ખાતરને ટ્રેકટર વડે ચાસમાં વાવવા માટેના વિકસિત સાધન (Automatic Compost Applicator) વડે પ્રતિ દિન ર૦ ટન દેશી ખાતર સમાન રીતે વાવી શકાય છે જ્યારે માત્ર ટ્રેકટર વડે આ કામગીરીથી માત્ર ૩ ટન ખાતર વાવી શકાય છે.
 • ખેતીનાં અદ્યતન ઓજારો બનાવી પોતે પણ યાંત્રિક ખેતી કરે છે.
 • તેઓએ વિકસાવેલ સાધનોને ખેડુતોમાં બહોળો પ્રતિસાદ મળેલ છે.
 • તેમને રાજ્ય સરકારનો પ્રતિષ્‍ઠિત સરદાર પટેલ એવોર્ડ તથા મહિન્દ્રા દ્વારા તેમને પ્રગતિશીલ ખેડુત એવોર્ડ આપી સન્‍માનવામાં આવેલ છે.

ડુંગળીની ફેર રોપણી માટેનું સાધન (Onian Transplanater) દ્વારા થયેલ ખેતી ખર્ચમાં બચત

રૂા. લાખમાં

વર્ષ વિસ્‍તાર (હેકટર) ફેર રોપણીની પદ્ધતિ મુજબ મજુરોની જરૂરી સંખ્‍યા ફેર રોપણીની પદ્ધતિ મુજબ મજુરોની જરૂરી સંખ્‍યા ફેર રોપણી માટેના સાધન વડે ફેર રોપણીથી કુલ મજુરી ખર્ચમાં થયેલ બચત
ફેર રોપણી માટેના સાધન વડે માત્ર ટ્રેકટર વડે
૨૦૧૦ ૧૮ ૧૬૯ ૧૩૫૦ ૨.૯૫
૨૦૧૧ ૪૪ ૪૧૩ ૩૩૫૦ ૭.૩૪

દેશી ખાતર વાવણીયો (Automatic Compost Applicator) થયેલ ખેતી ખર્ચમાં બચત

રૂા. લાખમાં

વર્ષ વિસ્‍તાર (હેકટર) એપ્‍લીકેટર વડે જરૂરી મજુર માત્ર રેકટર વડે જરૂરી મજુર કુલ મજુરી ખર્ચમાં થયેલ બચત
૨૦૧૨ ૩૨ ૧૫ ૮૦ ૦.૧૬
૨૦૧૩ ૮૦ ૩૮ ૨૦૦ ૦.૪૦
સરગવાની ખેતી અને તેનું મૂલ્ય વર્ધન
દિપેનકુમાર શાહ
નામ : દિપેનકુમાર શાહ
ગામ : કુંજરાવ
તાલુકા : આણંદ
જીલ્લો : આણંદ
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૩૯ વર્ષ
અભ્યાસ : બી. કોમ.
સંપર્ક : ૯૭૨૭૭૨૭૦૭૭
જમીન : ૧૦ હેકટર
પિયત : બોરવેલ
સરગવાની ખેતી અને તેનું મૂલ્ય વર્ધન
 • આણંદ જિલ્લામાં ખેડુતો મુખ્યત્વે તમાકુની ખેતી કરે છે, પરંતુ તેમને નવું કરવું હતું તેથી ૩ એકરમાં સરગવાની ખેતી શરૂ કરી.
 • શરૂઆતના વર્ષમાં શીંગોનું વેચાણ કર્યું પરંતુ ત્યારબાદ તેઓએ પાનનો પાવડર બનાવી ફાર્માસ્યુટીકલ કંપનીઓને પૂરો પાડવાનો વિચાર આવ્યો.
 • લીલા પાનને તોડી શેડ નેટમાં સુકવી, પલ્પરાઇઝ ઘંટીની મદદથી દળીને પાવડર બનાવ્યો. ૧૦ કિલો લીલા પાનમાંથી આશરે ૩ કિ.ગ્રા. સુકા પાન મળે અને તેમાંથી ર.પ કિલોગ્રામ પાવડર મળે છે.
 • શીંગોના પલ્પમાંથી પણ પાવડર બનાવ્યો. ૧૦ કિલો શીંગોને સૂકવતાં ર કિલોગ્રામ પાવડર મળેલ.
 • આ પાવડરનો ઉપયોગ સાંધાના દુઃખાવા, વા તેમજ અન્ય. રોગોની દવાઓ માટે થતો હોઇ ફાર્માસ્યુટીકલ કંપનીઓને પુરો પાડે છે.
 • સરગવાની શીંગો વેચવા કરતા જો પ્રોસેસીંગ કરીએ તો ચારથી પાંચ ઘણી આવક થઇ શકે છે.
 • વર્ષ ૨૦૧૦-૧૧ માં ‘બેસ્ટો આત્મા ફાર્મર્સ એવોર્ડ’ જીલ્લા કક્ષાનો મળેલ છે.

સરગવાની ખેતી અને તેનું મૂલ્યવર્ધન વિગત

રૂા. લાખમાં

વર્ષ ઉત્‍પાદન કિ.ગ્રા./હેકટર આવક / હેકટર ખર્ચ / હેકટર ચોખ્‍ખો નફો
૨૦૧૦ ૨૦૦૦૦ ૨.૦૦ ૦.૪૦ ૧.૬૦
૨૦૧૧ ૩૦૦૦૦ ૪.૫૦ ૧.૦૦ ૩.૫૦
૨૦૧૧ ૪૦૦૦૦ ૫.૫૦ ૧.૧૦ ૪.૪૦
કેળામાં નિકાસલક્ષી તકો અને મૂલ્ય‍વર્ધન
કેતનભાઇ પટેલ
નામ : કેતનભાઇ પટેલ
ગામ : બોરીયા
તાલુકા :પેટલાદ
જીલ્લો : આણંદ
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૪૦ વર્ષ
અભ્યાસ : એફ. વાય. બી. એસ. સી.
સંપર્ક :૮૨૫૪૫૮૫૨૯
જમીન : ૬ હેકટર
પિયત : નહેર અને બોરવેલ
કેળામાં નિકાસલક્ષી તકો અને મૂલ્ય‍વર્ધન
 • તેઓ કેળાના ટિશ્યુ કલ્ચર રોપાનું વાવેતર કરે છે.
 • દરેક નીકળતી લૂમના દાંડાના ઉપરના ભાગે સૂકા પૂળાનો પંડો (પરોટી) બનાવી મૂકે છે તેથી સૂર્યપ્રકાશથી લૂમને રક્ષણ મળે છે.
 • કેળના થડમાંથી રેસા કાઢી તેમાંથી નીકળતા પાણીમાં ગાયનું છાણ તથા ગૌમૂત્ર ઉમેરી ત્રણથી પાંચ વખત કેળના પાકને આપે છે.
 • કેળના થડના પાણીમાં પોટાશ વધારે રહેલો હોય છે, જેથી કેળના થડમાંથી નીકળતું પાણી અને માવાનો વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવવા માટે ઉપયોગ કરે છે.
 • ટીશ્યુનો છોડ હોય તો આવી તંદુરસ્ત રોગમુક્ત ગાંઠોનું વાવેતર કરવાથી ઉત્પાદન વધારી વધુ આવક મેળવી ખર્ચ ઘટાડી શકાય છે.
 • કેળના થડના રેસામાંથી ઘણી બધી વસ્તુઓ જેવી કે દોરડાં, દોરા, બેગ, થેલી, મેટ, ફાઇલ, સુશોભન વસ્‍તુઓ બનાવવામાં આવે છે. લોકો વપરાશ કરે તો પર્યાવરણ પણ સુધરશે.
 • નિકાસલક્ષી કેળામાંથી વેસ્ટ (બગાડ) પડેલ કેળાની વેફર બનાવી આવક મેળવે છે.
 • ગ્રેડીંગ કર્યા બાદ વધેલાં કેળા ફેંકી દેતાં હતા તેના બદલે વેફર કરી વધારાની પૂરક આવક મેળવે છે.

કેળાની નિકાસલક્ષી ખેતીની વિગત

રૂા. લાખમાં

વર્ષ કેળા ઉત્‍પાદનમાંથી મળતો નફો (રૂા. /એકર) કેળાના ગાંઠો ઉત્‍પાદનમાંથી મળેલ નફો (રૂા. /એકર) કેળના થડના રેસાની ઉત્‍પાદનમાંથી મળેલ નફો (રૂા. /એકર) કેળાની વેફરમાંથી મળેલ નફો (રૂા. /એકર) કુલ નફો (રૂા. /એકર)
૨૦૦૯-૧૦ ૨.૮૨ ૦.૧૬ - - ૨.૯૯
૨૦૧૦-૧૧ ૩.૩૬ ૦.૧૮ ૦.૧૬ ૦.૦૯ ૩.૮૦
૨૦૧૧-૧૨ ૪.૨૨ ૦.૨૬ ૦.૧૭ ૦.૦૮ ૪.૭૪
પેન તાંત્રિકતા થકી મત્‍સ્‍યપાલનનું વિવરણ
સિકંદરભાઇ વ્હોરા
નામ : સિકંદરભાઇ વ્હોરા
ગામ : પલોલ
તાલુકા : સોજીત્રા
જીલ્લો : આણંદ
રાજ્ય : ગુજરાત
ઉંમર : પર વર્ષ
અભ્યાસ : ઉચ્ચતર
સંપર્ક : ૯૭૨૭૯૪૮૮૫૬
જમીન : ૩ હેકટર
પેન તાંત્રિકતા થકી મત્‍સ્‍યપાલનનું વિવરણ
 • તેઓ છેલ્લા ર૦ વર્ષથી ગામના તળાવમાં માછલીનું ઉત્પાદન કરતા હતાં.
 • આ માટે માછલીનું બીયારણ રાજ્ય સરકાર દ્વારા પશ્ચિમ બંગાળથી લાવતાં હતાં.
 • કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં તેઓએ તાલીમ મેળવી વૈજ્ઞાનિકોની સલાહ મુજબ પેન કલ્ચપરની ટેકનીક અપનાવી.
 • જેમાં તળાવના ત્રણ છેડા (૦.૩૨) ને વાંસ અને નેટની મદદથી બંધ કરી, તેમાંનની કેટ માછલી, કીટકો વગેરે દૂર કરી ચૂનો, છાણ અને ડીએપી મેળવીને પ્લેં કટનો વિકાસ કર્યો. તેમાં ર લાખ સ્પાન છોડ્યા અને ડાંગરનું ભુંસું અને રાઇનો ખોળ શરૂઆતમાં આપ્યો , જેનાથી ૨૫-૩૦ મીમીની ૧૨૪૦૦૦ ફ્રાયનું ઉત્પાદન મળ્યું.
 • આમ પેન તાંત્રિકતા અપનાવી જાતે સ્પાન તૈયાર કરતા થયા અને મત્‍સ્‍યપાર બીયારણની ખરીદીના ખર્ચ ઘટાડી નફાકારક મત્‍સ્‍ય પાલન કરતા થયા છે.
 • તેમની તાંત્રિકતા જોઇ અન્યડ મત્‍સ્‍ય ઉત્‍પાદકોએ પણ અપનાવી અને નફાકારક મત્‍સ્‍યપાલન કરતા થયા છે.

પેન તાંત્રિકતા થકી મત્‍સ્‍યપાલનનું વિવરણ

રૂા. લાખમાં

વર્ષ ઉત્‍પાદન કિ.ગ્રા. આવક હેકટર ખર્ચ હેકટર ચોખ્‍ખો નફો
૨૦૧૧-૧૨ ૧,૨૪,૦૦૦ (ફ્રાય) ૦.૩૧ ૦.૦૬ ૦.૨૪
૨૦૧૨-૧૩ ૧,૨૮,૦૦૦ (ફ્રાય) ૦.૩૧ ૦.૦૪ ૦.૨૭

સ્પાન સંગ્રહ દર – ર,૦૦,૦૦૦ સ્પાન /૦.૩ હેકટર વેચાણ ભાવ રૂા. / નંગ એડવાન્સ ફ્રાય

આદુ અને હળદરમાં મૂલ્યવૃદ્ધિ
દેવેશભાઇ પટેલ
નામ : દેવેશભાઇ પટેલ
ગામ : બોરીયાવી
તાલુકા : આણંદ
જીલ્લો : આણંદ
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૩ર વર્ષ
અભ્યાસ : બી.ઇ.
સંપર્ક : ૯૪૨૬૦૬૧૮૭૮
જમીન : ૧૦ હેકટર
પિયત : બોરવેલ
આદુ અને હળદરમાં મૂલ્યવૃદ્ધિ
 • ઓર્ગેનિક ફાર્મિગ દ્વારા આદુ અને હળદરની ખેતી કરી તેનું મૂલ્યવર્ધન, ગ્રેડીંગ, પેકિંગ અને માર્કેટીંગ થકી વધારે આવક મેળવી.
 • તેઓના અનુભવ મુજબ હળદર અને આદુ જેવા પાકને તૈયાર થફુ ખેતપેદાશ રૂપે વેચતાં જે ભાવ અને આવક મળે છે તેના કરતાં મૂલ્યવર્ધન કરી સૂંઠ, સૂંઠ (પાવડર), હળદર પાવડર બનાવી, પેકિંગ કરી વેચાણથી લગભગ દોઢથી બે ગણો ભાવ વધારે મેળવેલ છે.
 • રાષ્ટ્રીય કક્ષાએ ‘જગજીવનરામ’, ‘સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર’ અને ‘બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ’ પ્રાપ્ત કરી ચુકેલ છે.

એક હેકટરની આવક ખર્ચની વિગત નીચે મુજબ છે.

આદુ

રૂા. લાખમાં

વર્ષ ઉત્‍પાદન કિ.ગ્રા. આવક હેકટર નફો પ્રોસેસ પ્રોડકશન કિ.ગ્રા. આવક ચોખ્‍ખો નફો
૨૦૦૯ ૧૫૮૦૦ ૩.૯૫ ૨.૭૩ ૩૧૬૦ ૭.૧૧ ૪.૩૭
૨૦૧૦ ૧૮૨૦૦ ૫.૪૬ ૪.૧૩ ૩૬૪૦ ૯.૧૦ ૪.૯૬
૨૦૧૧ ૨૧૦૦૦ ૭.૩૫ ૫.૮૧ ૪૨૦૦ ૧૨.૬ ૬.૭૯

હળદર

રૂા. લાખમાં

વર્ષ ઉત્‍પાદન કિ.ગ્રા. આવક હેકટર નફો પ્રોસેસ પ્રોડકશન કિ.ગ્રા. આવક ચોખ્‍ખો નફો
૨૦૦૯ ૧૮૦૦૦ ૨.૯૫ ૨.૫૭ ૩૬૦૦ ૬.૩૦ ૩.૩૫
૨૦૧૦ ૨૨૦૦૦ ૬.૦૫ ૪.૧૧ ૪૫૦૦ ૯.૦૦ ૪.૮૯
૨૦૧૧ ૨૫૨૦૦ ૭.૫૬ ૫.૦૦ ૫૦૪૦ ૧૧.૩૪ ૬.૩૪
શેરડીની સેન્દ્રિય ખેતી
મનહરભાઇ પટેલ
નામ : મનહરભાઇ પટેલ
ગામ : ઉભેળ
તાલુકા : કામરેજ
જીલ્લો : સુરત
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૬૪ વર્ષ
અભ્યાસ : બી. એસ. સી. (બોટની)
સંપર્ક : ૯૯૦૯૫૯૩૯૨૪
જમીન : ૩.૬ હેકટર
પિયત : કુવો
શેરડીની સેન્દ્રિય ખેતી
 • જમીન તૈયાર કરતી વખતે ભરભરી જમીન બનાવી તેમાં ૧૦૦ મે. ટન કોહવાયેલું છાણિયું ખાતર મિશ્ર કર્યું.
 • જુલાઇ માસમાં શણ-ઇક્કડનો લીલો પડવાશ કર્યા બાદ સપ્ટેમ્બરમાં લીલા પડવાશને જમીનમાં ભેળવી દીધો.
 • ઓકટોબર માસમાં શેરડીનું જોડીયા હાર પદ્ધતિથી વાવેતર કર્યુ અને ડ્રીપ ઇરીગેશન પદ્ધતિથી પિયત આપ્યું .
 • રોપણી બાદ ચારથી પાંચ માસ બાદ શેરડી પાકમાં પાળા ચઢાવી ૧૦ કિલો ગ્રામ ઓઝોટોબેકટર અને ૧૦ કિલો ગ્રામ ફોસ્ફેટ કલ્ચ્ર નાંખી ડાંગરના સુકા પરાળથી શેરડીના બે ચાસ મલ્ચીં૦ગ કર્યું.
 • પ્રથમ શેરડીનો પાક લીધો અને શેરડીનું ૧૦૫ ટન / હેકટર ઉત્પાદન લીધું.
 • આશરે ૩ર૦૦ ખેડુતો, સરકારી અધિકારીશ્રીઓ, માન. કૃષિ મંત્રીશ્રીઓ, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રીઓએ ફાર્મની મુલાકાત લીધેલ છે.
 • તેઓને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર, ધ ગોલ્ડન જ્યુબીલી મેમોરીયલ ટ્રસ્ટ એકસેલન્સ એવોર્ડ, ‘‘કૃષિનાં ઋષી’’ એવોર્ડ, ‘‘પર્યાવરણની જાણવણી’’ બદલ પસંદગી તથા અન્ય એવોર્ડ મળેલા છે.

શેરડીની સેન્દ્રિય ખેતી પદ્ધતિનું અર્થકરણ

રૂા. લાખમાં

વર્ષ એકર દીઠ ઉત્‍પાદન ટન એકર દીઠ ખર્ચ એકર દીઠ આવક એકર દીઠ ચોખ્‍ખો નફો
૨૦૦૮-૦૯ ૩૮.૦૦ ૦.૩૯ ૦.૮૩ ૦.૪૩
૨૦૦૯-૧૦ ૪૫.૦૦ ૦.૪૧ ૧.૩૦ ૦.૮૮
૨૦૧૦-૧૧ ૪૦.૦૦ ૦.૪૨ ૦.૮૮ ૦.૪૬
કેરીમાં વનલક્ષ્મી જાતની શોધ
મોહનભાઇ પટેલ
નામ : મોહનભાઇ પટેલ
ગામ : પાલન
તાલુકા : વલસાડ
જીલ્લો : વલસાડ
રાજ્ય : ગુજરાત
ઉંમર : પ૦ વર્ષ
અભ્યાસ : બી.એ.
સંપર્ક : ૯૮૭૯૫૧૬૪૭૮
જમીન : ૩ હેકટર
પિયત : બોરવેલ
કેરીમાં વનલક્ષ્મી જાતની શોધ
 • ટેકનોલોજી : આંબાની નવી જાત (વનલક્ષ્મી) નું સંશોધન : કેરીની વનરાજ અને લક્ષ્મી જાતોમાંથી "વનલક્ષ્મી” જાત તૈયાર કરેલ છે, જેનો રંગ વનરાજ જેવો આકર્ષક હોય છે. સદરહુ "વનલક્ષ્મી” જાતની એક કલમમાંથી ઘણાં છોડ તૈયાર કરીને અંદાજે ૫૦ જેટલી કલમો રોપીને વધુ ઉત્પાદન મેળવેલ છે.
 • મેળવેલ સિધ્ધિ : આંબાની નવી જાત "વનલક્ષ્મી” નો દેખાવ ખૂબ જ આકર્ષક લાલ, સ્વાદમાં ઘણી જ મીઠી અને ટકાઉ શક્તિ ખૂબ જ લાંબી હોવાથી બહારના દેશોમાં એક્ષ્પોર્ટ કરી શકાય તેવી શક્યતાઓ રહેલી છે.
 • વનલક્ષ્મીનું વધુ વાવેતર કરવા માટે ઉત્તર ભારતની લંગડા, દશેરી, આમ્રપાલી,ચૌસા અને ફઝલીનું વાવેતર ૫ x ૫મી. ના અંતરે કરેલ છે.
 • સ્વ. અમીત સીંઘ મેમારિયલ ફાઉન્ડેશન, નવી દિલ્હી દ્વારા જૈન ઈરીગેશન,જલગાંવ ખાતે યોજાયેલ ગ્લોબલ કોન્ફરન્સમાં તા. ૩૦-૦૫-૨૦૧૩ના રોજ "ઉદ્‌યાનરત્ન એવોર્ડ” આપવામાં આવેલ છે.
 • ઈટીવી ગુજરાતીના અન્નપૂર્ણા કાર્યક્રમમાં પોતાનો વનલક્ષ્મી કેરીની જાત અને અન્ય જાતોનું પોતાના ફાર્મ પર કરેલ વાવેતર પધ્ધતિ અને ઉત્પાદનને લગતી વિડીયો સીડી બનાવેલ તેનું પ્રસારણ કરેલ છે.
 • વર્ષ ૨૦૧૧-૧૨નો સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર મા. નરેન્દ્રભાઈ મોદી,મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્યના હસ્તે મળેલ છે.

આવક અને ખર્ચનું વિવરણ

રૂા. લાખમાં

વર્ષ ઉત્‍પાદન (કિલો) આવક ખર્ચ ચોખ્‍ખો નફો
૨૦૦૭ ૨૪૦ ૦.૦૩૦ ૦.૦૧૦ ૦.૦૨૦
૨૦૦૮ ૩૬૦ ૦.૦૫૦ ૦.૦૧૫ ૦.૦૩૫
૨૦૦૯ ૭૨૦ ૦.૧૦૦ ૦.૦૨૦ ૦.૦૮૮
૨૦૧૦ ૧૦૮૦ ૦.૧૮૯ ૦.૦૩૦ ૦.૧૫૦
આદિવાસી વિસ્તારમાં આદુનું ઉત્પાદન
ફુલસિંગભાઈ વળવી
નામ : ફુલસિંગભાઈ વળવી
ગામ : ભીંતબુન્દ્રક
તાલુકા : ઉચ્છલ
જીલ્લો : તાપી
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૫૮ વર્ષ
અભ્યાસ : એચ.એસ.સી.
સંપર્ક : ૯૯૧૩૪૩૮૨૪૭
જમીન : ૪૦ વીઘા
પિયત : બોરવેલ
આદિવાસી વિસ્તારમાં આદુનું ઉત્પાદન
 • આદુની ખેતીમાં અપનાવેલ પધ્ધતિઓ :
  આદુની ખેતીનો વિસ્તાર : ૧ એકર
  વાવણીનું અંતર : ૨ x ૧ ફુટ
  કુલ છોડ : ૨૨૨૨૨
  સિંચાઈ પધ્ધતિ : ટપક પધ્ધતિ
 • આદુની ખેતી દ્વારા ગામની બહેનોને પણ રોજગારી મળેલ છે.
 • શ્રી ફુલસિંગભાઈની આદુની ખેતી જોઈને ગામના ૧૫ ખેડુતો પણ આદુની ખેતી કરવા માટે પ્રેરાયા છે.
 • તાપી જિલ્લામાં નવા પાક તરીકે આદુની ખેતીને પ્રચારિત કરેલ છે.
 • આત્મા પ્રોજેક્ટ દ્વારા એવોર્ડ પણ મળેલ છે.

આદુની ખેતીમાં થયેલ ખર્ચ, ઉત્પાદન અને ચોખ્ખો નફો પ્રતિ એકર

રૂા. લાખમાં

વર્ષ કુલ આવક કુલ ખર્ચ ચોખ્‍ખો નફો
૨૦૦૯-૧૦ ૧૭.૫૦ ૨.૬૫ ૧૪.૮૫
૨૦૧૦-૧૧ ૭.૮૦ ૨.૫૦ ૫.૩૦
૨૦૧૧-૧૨ ૮.૧૦ ૨.૫૫ ૫.૫૫
ડાંગરમાં "શ્રી” પધ્ધતિ
બેન્ડુભાઈ ગાયકવાડ
નામ : બેન્ડુભાઈ ગાયકવાડ
ગામ : નડગખાદી
તાલુકા : આહવા
જીલ્લો : ડાંગ
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૬૧ વર્ષ
અભ્યાસ : ધોરણ-૪
સંપર્ક : ૯૩૭૫૪૨૦૦૬૮
જમીન : ૧.૩ હેક્ટર
પિયત : બોરવેલ
ડાંગરમાં
 • વર્ષ ૨૦૦૯ થી ડાંગરમાં "શ્રી” પધ્ધતિ અપનાવે છે.
 • ડાંગ જિલ્લામાં સૌ પ્રથમ તેઓએ શરૂ કરેલ, જે અત્યારે ઘણા ખેડુતો અપનાવી રહ્યા છે.
 • બીયારણ, ખાતર અને પાણીની જરૂરિયાત ઓછી રહે છે.
 • સામાન્ય પધ્ધતિ કરતા વધારે ઉત્પાદન મળેલ છે.

‘શ્રી’ પધ્ધતિ ના છ મુદ્દાઓ

પાણી, જમીન, પોષકતત્વો અને મજુરોની ઉત્પાદન ક્ષમતા વધારવી

 • કુમળુ ઘરૂ
 • વધુ સેન્દ્રિય ખાતર
 • અંતર વધુ
 • પેડી વિડરથી આંતર ખેડ
 • પાણી જમા ન થાય તેવી પરિસ્થિતિ
 • એક જ ધરૂ એક થાણા પર

તાંત્રિકતા

ક્ર્મ વિગત
ધરૂ ઉછેર ગાદી ક્યારા
બીજનો દર (કિલો/હે.)
ધરૂની ઉંમર (દિવસ) ૮ થી ૧૨
ધરૂની સંખ્યા (ચીપા/થાણા)
રોપણી અંતર (સે.મી.) ૨૫ x ૨૫
ખાતર વ્યવસ્થા ૭૫ ટકા સેન્દ્રિય સ્વરૂપમાં અને ૨૫ ટકા રાસાયણિક સ્‍વરૂપમાં

ડાંગરની "શ્રી” પધ્ધતિનું અર્થકરણ

વર્ષ જાતો વિસ્‍તાર (હેકટર) ઉત્‍પાદન (કિ.ગ્રા. / હેકટર)
"શ્રી” પધ્ધતિ
ઉત્‍પાદન (કિ.ગ્રા. / હેકટર)
પરંપરાગત પધ્ધતિ
ઉત્‍પાદનમાં વધારો (ટકા)
૨૦૦૯ જી.આર.૭ ૦.૪૦ ૧૬૪૦ ૧૩૦૦ ૨૬ ટકા
૨૦૧૦ આઇ.આર.ર૮ ૦.૪૦ ૧૪૦૦ ૧૧૮૦ ૧૯ ટકા
૨૦૧૧ જી.આર.૭ ૦.૪૦ ૧૮૦૦ ૧૫૪૦ ૧૭ ટકા
૨૦૧૨ જી.આર.૭ ૦.૪૦ ૧૭૦૦ ૧૪૩૦ ૧૯ ટકા
શેરડીની વિવિધ જાતોનું બીજ ઉત્પાદન
પિનાકીનભાઈ પટેલ
નામ : પિનાકીનભાઈ પટેલ
ગામ : સદલાવ
તાલુકા : નવસારી
જીલ્લો : નવસારી
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૪૫ વર્ષ
અભ્યાસ : એસ.એસ.સી.
સંપર્ક : ૯૪૨૬૮૮૯૩૩૫
જમીન : ૩.૨૦ હેક્ટર
પિયત : બોરવેલ
શેરડીની વિવિધ જાતોનું બીજ ઉત્પાદન
 • શેરડીની જુની જાતોના બદલે નવી જાતોનું વાવેતર : અગાઉ વાવેતર કરવામાં આવતી શેરડીની જુની જાતોની ચીલાચાલુ ખેતીને બદલે નવી જાતો અપનાવવાથી નીચે પ્રમાણે આર્થિક ફાયદો થયેલ છે.
 • નવી જાતો રોપવાથી રોપવાથી રોપાણ પાકમાં ૪૬.૭૬% તથા લામ પાકમાં ૩૭.૫૬% ઉત્પાદન મળેલ છે.
 • રોપાણ પાક તથા લામ પાકમાં સુકારો, રાતડો અને ચાબુક આજીયાનું પ્રમાણ જોવા મળેલ નથી.
 • ખેતી ખર્ચમાં રૂા. ૧૦,૦૦૦/- થી રૂા. ૧૫,૦૦૦/- નો ઘટાડો જોવા મળેલ છે.
 • ખેડુતની આવક રૂા. ૨,૩૬,૦૦૦/- થી વધી રૂા. ૩,૪૬,૩૬૦/- વધેલ છે.
 • નવી જાતોનો વિસ્તાર ૨૫% જેટલો થયેલ છે.

શેરડીની વિવિધ જાતોનું બીજ ઉત્પાદન

જાતો ઉત્પાદન (ટન/હેક્ટર)
મુખ્ય પાક (૨૦૦૦-૦૧)
ઉત્પાદન (ટન/હેક્ટર)
લામ પાક (૨૦૦૧-૦૨)
જાતો ઉત્પાદન (ટન/હેક્ટર)
મુખ્ય પાક (૨૦૧૧-૧૨)
ઉત્પાદન (ટન/હેક્ટર)
લામ પાક (૨૦૧૨-૧૩)
કોસી ૬૭૧ ૧૧૦ ૭૭ કોએન ૦૫૦૭૧ ૧૮૧.૪૦ ૧૫૨.૦
એમસી ૭૦૭ ૧૧૪ ૬૮ કોએન ૦૫૦૭૨ ૧૬૩.૦૦ ૧૩૮.૨૧
કો ૮૬૦૩૨ ૧૨૦ ૯૪ કોએન ૦૪૧૩૧ ૧૭૭.૦૮ ૧૬૧.૩૫
કોએન ૯૧૧૩૨ ૧૨૮ ૧૧૫.૦૦ કોએન ૦૭૦૭૨ ૧૬૧.૩૫ ૧૪૫.૨૨
સરેરાશ ૧૧૮ ૮૬.૭૫ ૨૦૦૩ અને ૧૧૭૨ ૧૭૩.૧૮ (૪૬.૭૬ ટકા વધારો) ૧૧૯.૩૪ (૩૭.૫૬ ટકા વધારો)
વિવિધ પાકો દ્વારા વધુ આવક
ઈસ્માઇલભાઈ શેરૂ
નામ : ઈસ્માઇલભાઈ શેરૂ
ગામ : રામપુરા (વડલા)
તાલુકા : અમીરગઢ
જીલ્લો : બનાસકાંઠા
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૫૫ વર્ષ
અભ્યાસ : બી.કોમ.
સંપર્ક : ૯૭૨૬૪૮૩૩૩૦
જમીન : ૧૧.૫૪ હેક્ટર
પિયત : બોરવેલ
વિવિધ પાકો દ્વારા વધુ આવક
 • નવા અભિગમની ખેતી અપનાવી મબલખ રૂપિયા કમાય છે. ખેતરે ૧૦૦ ફુટે પાણી અને ૪ ટ્યુબવેલ હોવા છતાં ૨૦૦૬ થી ૧૦૦ વીઘામાં ડ્રીપ અપનાવી છે.
 • કપાસની વૈજ્ઞાનિક પધ્ધતિ ખેતી અને પોતાની મહેનતથી તેમને એક વીઘામાંથી ૮૫ મણ કપાસનો ઉતારો મેળવી એશીયા ખંડના એક માત્ર વધુ ઉત્પાદન કરનાર ખેડુતનું બિરૂદ મેળવ્યું છે.
 • પિતાની વારસામાં મળેલ ૧૦ વીઘા જમીનમાં પોતાની આગવી કોઠાસુઝથી ખેતી કરીને હાલ ૧૫૦ વીઘા જમીન ધરાવે છે.
 • ડ્રીપ પધ્ધતિથી કપાસનું વધુ ઉત્પાદન મેળવી કપાસ સાથે પપૈયાના ૨૦,૦૦૦ છોડ વાવેલા હતા અને ચોખ્ખી ત્રણ લાખની વધારાની આવક મેળવી હતી.
 • એકરે ૯૮૦ મણ બટાટાનું ઉત્પાદન મેળવી બીબીસી વર્લ્ડ ન્યુઝ ચેનલ અને વેબસાઈટ ઉપર પ્રસારણ થયેલ છે.
 • વર્ષ ૨૦૦૯-૧૦માં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર મળેલ છે.

ઉત્પાદન અને ખર્ચનું વિવરણ

રૂા. લાખમાં

વર્ષ કપાસ
ઉત્‍પાદન (કિ.ગ્રા.)
કપાસ
ખર્ચ
બટાટા
ઉત્‍પાદન (કિ.ગ્રા.)
બટાટા
ખર્ચ
ઘઉં
ઉત્‍પાદન (કિ.ગ્રા.)
ઘઉં
ખર્ચ
૨૦૦૬-૦૭ ૪૯૦૦ ૦.૨૩૦ ૩૫૦૦૦ ૦.૯૦ ૪૦૦૦ ૦.૯૦
૨૦૦૭-૦૮ ૬૫૦૦ ૦.૩૦૦ ૪૫૦૦૦ ૧.૦૦ ૮૦૦૦ ૦.૧૨
૨૦૦૮-૦૯ ૬૫૦૦ ૦.૩૦૦ ૪૫૦૦૦ ૧.૦૦ ૮૦૦૦ ૦.૧૨

રૂા. લાખમાં

વિગત ટોટલ આવક ડ્રીપ પહેલા (૧૭ એકરમાંથી) ટોટલ આવક ડ્રીપ અપનાવ્‍યા પછી (૧૭ એકરમાંથી)
ઉત્‍પાદન ક્વિન્‍ટલ/એકર ૧૪.૮૮ ૨૬.૭૦
કુલ આવક ૫.૮૧ ૧૦.૪૩
પવનચક્કી દ્વારા ખેતી
જયેશભાઇ બારોટ
નામ : જયેશભાઇ બારોટ
ગામ : ભાંભર
તાલુકા : ઉંઝા
જીલ્લો : મહેસાણા
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૪૫ વર્ષ
અભ્યાસ : ધોરણ – ૧૦
સંપર્ક : ૯૦૧૬૫૮૨૨૬૩
જમીન : ૨.૩૬ હેકટર
પિયત : કુવો
પવનચક્કી દ્વારા ખેતી
 • પહેલા ખેતરમાંથી પિયત માટે નહેર અને બાજુના બોરનું ભાડેથી પીયત મેળવતા જે અપૂરતું અને અનિયમિત હોઇ ઉત્પાદન ઓછુ મળતું હતું.
 • આ ખેડૂતે ૧૫૦ ફુટ ઉંડા કુવામાંથી પાણી ખેંચવા ૩૫ ફૂટ ઉંચી પવનચક્કી ઉભી કરી કુવામાંથી પાણી ખેંચ્યું અને વધુમાં સૌર ઉર્જાથી ચાર પ્લેટની મદદથી ૩૦૦ વોટ વિજળી ઉત્પપન્નય કરી મોટરની મારફતે ડ્રીપ ઇરીગેશન પધ્ધટતિ અપનાવી. નવીનતમ પધ્ધાતિના લીધે વિજળી બીલ અને ડીઝલ ખર્ચ થયેલ નથી તથા ખેતી કાર્યોમાં ટપક પધ્ધ્તિથી પિયત કરવાથી પાણીનો બચાવ તથા મજુરી ખર્ચમાં ઘટાડો થયેલ છે અને પાકનું ઉત્પાદન ૩૦ ટકા વધારે મળેલ છે.
 • વર્ષ ૨૦૧૦-૧૧ માં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર મળેલ છે.

ઉત્પાદન અને ખર્ચનું વિવરણ

રૂા. લાખમાં

વર્ષ પાકનું નામ ખર્ચ / હેકટર ઉત્‍પાદન કિ.ગ્રા./હેકટર ચોખ્‍ખો નફો રૂા. /હેકટર
૨૦૦૭-૦૮ દિવેલા ૦.૨૩ ૦.૬૪ ૦.૪૧
૨૦૦૮-૦૯ કપાસ ૦.૨૭ ૦.૮૧ ૦.૫૪
૨૦૦૯-૧૦ દિવેલા ૦.૨૫ ૦.૮૭ ૦.૬૨
બટાટાની ખેતીમાં વિક્રમજનક ઉત્પાદન
પરથીભાઇ ચૌધરી
નામ : પરથીભાઇ ચૌધરી
ગામ : ડાંગીયા
તાલુકા : દાંતીવાડા
જીલ્લો :બનાસકાંઠા
રાજ્ય : ગુજરાત
ઉંમર : ૫૬ વર્ષ
અભ્યાસ : બી. કોમ.
સંપર્ક : ૯૮૨૫૬૦૯૪૪૯
જમીન : ૨૮.૮ હેકટર
અનુભવ : ૨૦ વર્ષ
બટાટાની ખેતીમાં વિક્રમજનક ઉત્પાદન
 • માર્ચ ૨૦૦૮ માં ૫૫૦૦ કિલો / હેકટર કેનાબેક જાતના બટાટાનું સૌથી વધુ ઉત્પાદન મેળવેલું છે.
 • ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ. દ્વારા મગફળી જી.જી.-ર અને જી.જી.-ર૦ અને અડદ જેવા પાકોના બીજ ઉત્પાદન કાર્યક્રમ કરે છે.
 • તેઓ પોતાની ખેતીમાં અત્યા‍ધુનિક ઓજારો જેવાં કે ચિઝલરપ્લાક, પ્લાજન્ટ , ડીગર અને ગ્રેડરનો ઉપયોગ કરી ખેત મજુરોની અછત નિવારી કૃષિ યાંત્રિકરણ દ્વારા ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે.
 • તેમની ર૮.૮ હેકટર જમીનમાંથી ૧૩૦૦ ટન બટાટાનું વિક્રમજનક ઉત્પાદન મેળવી રૂા. ૧ કરોડ ૧૭ લાખની આવક મેળવેલ છે.
 • તેમની સિદ્ધિ જોઇએ આજુબાજુના ગામોના ખેડૂતો તેમના માર્ગદર્શન હેઠળ ખેતી કરવા પ્રેરાયા છે.

આવકનું વિવરણ

રૂા. લાખમાં

વર્ષ આવક ખર્ચ ચોખ્‍ખો નફો
૨૦૧૦-૧૧ ૧૬૬.૦૦ ૩૩.૮૩ ૧૩૨.૦૦
૨૦૧૧-૧૨ ૨૦૧.૦૦ ૪૪.૭૦ ૧૫૬.૬૩
૨૦૧૨-૧૩ ૨૫૩.૦૮ ૫૧.૮૯ ૨૦૧.૧૯
નેવિગેશન પર જાઓ>